શ્રી જલારામ રઘુવંશી મહિલા મંડળ દ્વારા લોહાણા સમાજની બહેનો માટે નવરાત્રી મહોત્સવનું આયોજન તા.૭-૧૦-ર૦ર૧ થી તા.૧૪-૧૦-ર૦ર૧ દરમ્યાન સાંજે પ થી ૭નાં સમયે ગિરિશભાઈ કોટેચાનાં નિવાસ સ્થાને કરવામાં આવેલ હતું. જેમાં દરેક વય જુથ મુજબ ૪ ગ્રુપ બનાવીને રાસ ગરબાની સ્પર્ધા કરવામાં આવી હતી અને રોજેરોજ વેલ ડ્રેસ અને વેલ પ્લેનાં ઈનામો આપવામાં આવ્યા હતા. તા.૧૧-૧૦-ર૦ર૧નાં રોજ આરતી, શણગાર અને ગરબા શણગાર સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બહેનોએ ઉત્સાહથી ભાગ લીધો હતો. આ નવરાત્રી મહોત્સવનો મેગા ફાઈનલ તા.૧૪-૧૦-ર૦ર૧નાં રોજ યોજાયો હતો. જેમાં લોહાણા સમાજનાં આગેવાનો તેમજ અન્ય જ્ઞાતિનાં મહિલા આગેવાનોએ હાજરી આપી હતી. આ મેગા ફાઈનલમાં વિજેતાઓને આકર્ષક ઈનામો આપવામાં આવ્યા હતા. ઉપરાંત બધા જ ખેલૈયાઓને પ્રોત્સાહક ઈનામો આપવામાં આવ્યા હતા. છેલ્લા બારેક વર્ષથી મંડળ આ કાર્યક્રમનું સફળ આયોજન થાય છે અને લોહાણા સમાજની બહેનોનો આ માનીતો કાર્યક્રમ બની ગયો છે. આ કાર્યક્રમ સફળ બનાવવા માટે મંડળનાં ઉપપ્રમુખ મીનાબેન પરપડા, હર્ષાબેન અઢિયા, શિલ્પાબેન ચાગલાણી, ચંદ્રીકાબેન કારીયા, નિતાબેન ગોટેચા, શીલાબેન બુધ્ધદેવ, કવિતાબેન કારીયા, ધ્રુવીબેન કારીયા, હિનાબેન ઠકરાર, ગીતાબેન ખખ્ખર, જયશ્રીબેન પલાણ, પુજાબેન વીઠલાણી, જયશ્રીબેન બુધ્ધદેવ સહિત મંડળનાં તમામ સભ્યોએ ખૂબ મહેનત કરી હતી તેમ મંડળનાં પ્રમુખ પ્રીતિબેન સાંગાણીએ જણાવ્યું હતું.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews