યાત્રાધામ દ્વારકા ખાતે ભગવાન શ્રી દ્વારકાધીશનાં જગતમંદિરમાં દિવાળીનાં તહેવારોની ભકિતભાવપૂર્વક ઉજવણી કરવામાં આવશે. જેમાં દિવાળીનાં દિવસે હાટડી દર્શન તેમજ નૂતન વર્ષનાં પાવનપર્વે ગોવર્ધન પૂજા અને અન્નકુટ ઉત્સવ યોજાશે. દિવાળીના તહેવારોની પૂર્વ સંધ્યાએ દ્વારકાધીશનાં જગતમંદિરને લાઈટીંગ-ડેકોરેશનની રોશનીથી ઝળહળાવાયું છે. દ્વારકાધીશનાં જગતમંદિરમાં આગામી ધનતેરસ, રૂપચોૈદસ, દિપાવલી, નૂતનવર્ષ તેમજ ભાઈબીજ નિમિત્તે શ્રીજીનાં દર્શનનાં સમયમાં ફેરફાર કરવામાં આવેલ છે. આજ તા.૩ને બુધવારનાં રોજ ધનતેરસ (રૂપચોૈદશ ક્ષયતિથી)નાં શ્રીજીનાં દર્શનનશો ક્રમ નિત્યક્રમ મુજબ રહેશે. તા.૪ને ગુરૂવારનાં રોજ દિપાવલી પાવન પર્વે શ્રીજીનાં દર્શનનો નિત્યક્રમ મુજબ અનોસર(મંદિર બંધ) બપોરે ૧ કલાકે થશે. શ્રીજીનાં ઉત્થાપન દર્શન સાંજે પ કલાકે થશે. દિપાવલીનાં શ્રીજીનાં હાટડી દર્શન રાત્રે ૮ કલાકે થશે. અનોસર બંધ રાત્રે ૯ઃ૪પ કલાકે થશે. તા.પમીને શુક્રવારનાં રોજ નૂતનવર્ષનાં દિવસે મંગલા આરતી સવારે ૬ કલાકે થશે. શ્રીજીનાં દર્શન નિત્યક્રમ મુજબ રહેશે. અનોસર મંદિર બંધ બપોરે ૧ કલાકે થશે. અન્નકુટ દર્શન સાંજે પ થી ૭ કલાક સુધી થશે. અનોસર મંદિર બંધ રાત્રે ૯ઃ૪પ કલાકે થશે. તા.૬ને શનિવારનાં રોજ ભાઈબીજનાં મંગલા આરતી સવારે ૭ કલાકે શ્રીજીનાં દર્શન નિત્યક્રમ મુજબ અને અનોસર મંદિર બંધ બપોરે ૧ કલાકે થશે તેમજ સાંજનો ક્રમ નિત્યક્રમ મુજબ રહેશે. તહેવારો દરમ્યાન દ્વારકાધીશનાં દર્શનાર્થે આવતા ભાવિકોએ સરકારની કોવિડ-૧૯ની જાહેર કરેલ ગાઈડલાઈનનું ચૂસ્ત પાલન કરી દર્શનનો લાભ લેવા વારાદાર ડાયાલાલ પુજારી અને વહીવટદાર કચેરી દ્વારકાધીશ મંદિરની યાદીમાં જણાવાયું છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews