ગીર સોમનાથ જિલ્લાના ખેડૂતોએ ટેકાના ભાવે મગફળી વેંચવા દાખવેલો ઉત્સાહ : ગત વર્ષ કરતા ૩૭૭૫ વધુ ખેડૂતોએ કરાવ્યું રજીસ્ટ્રેશન

0

૯ નવેમ્બર ના રોજ લાભપાંચમના પર્વ ઉપર સમગ્ર રાજ્યની સાથે ગીર-સોમનાથ જિલ્લામાં પણ ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થયેલ છે. ત્યારે પુરવઠા વિભાગ અને વહીવટી તંત્ર દ્વારા જિલ્લામાં શરૂ કરાયેલ ૯ ખરીદી કેન્દ્રો ઉપર તમામ તૈયારીઓ પૂર્ણ કરાઇ છે. ગત વર્ષની સરખામણીમાં ટેકાના ભાવે મગફળી વેંચવા માટેના રજીસ્ટ્રેશનમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે. જેમાં ગત વર્ષની સાપેક્ષમાં વધુ ૩૭૭૫  ખેડૂતોએ ટેકાના ભાવે મગફળી વેંચવા માટે રજિસ્ટ્રેશન કરીને સરકારના ખેડૂત લક્ષી અભિગમને આવકાર્યો છે. ગત વર્ષે ૯૫૪૬ ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ૧૫૫૭૯૦.૭૦ ક્વિન્ટલ મગફળી ખરીદવામાં આવી હતી. ગત વર્ષની સાપેક્ષમાં ટેકાના ભાવે મગફળીના વેંચાણ માટે રિસ્ટ્રેશનમાં ખેડૂતોની સંખ્યામાં નોંધપાત્ર વધારો જાેવા મળ્યો છે. જ્યારે વર્ષ ૨૦૨૦/૨૧માં ૨૧૬૧૪ ખેડૂતોએ નોંધણી કરાવી હતી તેની સાપેક્ષમાં વર્ષ ૨૦૨૧/૨૨ માટે ૨૫૩૮૯ ખેડૂતોએ ટેકાના ભાવે મગફળી વેંચવા માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે. ત્યારે કોવિડ-૧૯ની ગાઇડલાઇન્સ સાથે ખેડૂતો સરળ રીતે મગફળીનું ટેકાના ભાવે વેંચાણ કરી શકે તેના માટે તંત્ર દ્વારા બારીક બાબતોને ધ્યાનમાં રાખીને આયોજન કરવામાં આવ્યું છે. તમામ ખેડૂતો તાલુકા કક્ષાએ જ નજીકના સ્થળ ઉપર ટેકાના ભાવે મગફળીનું વેંચાણ કરી શકે તેના માટે જિલ્લાના કાજલી અને પ્રાંસલી માર્કેટીંગ યાર્ડ અને કોડીનારના બિલેશ્વર સુગર ફેક્ટરી ખાતે બે-બે ખરીદ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યા છે. ઉપરાંત તાલાલા માર્કેટીંગ યાર્ડ, ઉના તાલુકાના ખરીદ કેન્દ્ર અને ગીર ગઢડા તાલુકાના ખરીદ કેન્દ્ર ખાતે એક-એક મગફળી ખરીદ કેન્દ્ર શરૂ કરાયું છે. આમ, જિલ્લામાં કુલ-૯ કેન્દ્રો ઉપર મગફળીની ખરીદી શરૂ કરવામાં  આવશે. સરકાર દ્વારા જિલ્લામાં તમામ ૯ ખરીદી કેન્દ્રો ઉપર સેનેટાઇઝેશન, માસ્ક, ટેમ્પરેચર ગન જેવી સુવિધાઓ ગોઠવવામાં આવી છે. ટેકાના ભાવે મગફળીના વેંચાણ માટે અગાવ નોંધણી કરાવેલ ખેડૂતોને મોબાઈલ ઉપર એસએમએસથી વેંચાણ માટેની તારીખ અને સમયની જાણ કરીને ખરીદી કેન્દ્ર ઉપર બોલાવવામાં આવશે. ત્યારબાદ જ ખેડૂતોએ પોતાના મગફળી વેંચાણ કેન્દ્ર ઉપર લઈ જવાની રહેશે. સાથે જ ખેડૂતો મગફળીના વેંચાણ માટે આવે ત્યારે નોંધણી સ્લીપ પણ ફરજિયાત પણે લાવવાની રહેશે. સમગ્ર વેંચાણ પ્રક્રિયા દરમ્યાન ખેડૂતોએ કોવીડ-૧૯ની ગાઈડલાઇન્સનું ફરજિયાત પણે પાલન કરવાનું રહેશે. તેમજ ટેકાના ભાવે મગફળી વેંચાણ બાબતે કોઈ પણ પ્રશ્ન હોય તો તેના નિરાકરણ અને માર્ગદર્શન માટે જિલ્લાકક્ષાએ હેલ્પલાઈન કાર્યરત કરવામાં આવી છે જેના નં-૦૨૮૭૬-૨૮૫૦૦૨ ઉપર ખેડૂતો સંપર્ક કરી શકશે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!