ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા ગિરનાર ક્ષેત્રમાં પ્રવાસી સુવિધામાં વધારો કરવા રૂા.૭૫ કરોડનું આયોજન કરાયું છે. જેમાં પગથીયાનું સમારકામ સહીત અન્ય કામગીરીનો સમાવેશ થાય છે. જૂનાગઢ કલેક્ટર કચેરી ખાતે તાજેતરમાં પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ આર.આર. રાવલના અધ્યક્ષસ્થાને યોજાયેલ બેઠકમાં ગિરનાર ભવનાથ ક્ષેત્રને વિકસાવવા પ્રથમ ફેઇઝના આયોજન માટે બેઠક યોજવામાં આવી હતી. ઐતિહાસિક નગર જૂનાગઢ ઉપરાંત અનેકવિધ પ્રવાસન સ્થળો ધરાવતા ગિરનાર જૂનાગઢમાં દર વર્ષે પ્રવાસીઓની સંખ્યામાં ઉત્તરોતર વધારો થાય છે. આ બાબતને ધ્યાને લઇ યાત્રાધામ વિકાસ બોર્ડના સભ્ય પ્રદીપભાઇ ખીમાણી અને શૈલેષભાઇ દવે એ સ્વચ્છતા પ્રત્યે વિશેષ કાળજી લેવા, અંબાજી મંદિર પરિસર, ભવનાથ અને જૂનાગઢ શહરેમાં પ્રવાસી સુવિધા વધારવા સહિતના સૂચનો કર્યા હતા. ગિરનાર ક્ષેત્ર ઉપર પાણીની કાયમી સુવિધા કરવા પગથીયાનું સમારકામ કરવા ઉપરાંત પ્રીફેબ્રીકેટેડ ડોમનું નિર્માણ કરવા વોટરહાર્વેટીંગ સીસ્ટમ સહિતની બાબતોનો સમાવેશ કરવા ચર્ચા સમીક્ષા કરવામાં આવી હતી. આ બેઠકમાં અધિક કલેક્ટર એલ.બી. બાંભણીયા, ઉષા બ્રેકોના મેનેજર ઘનશ્યામ પટેલ, પ્રવાસન અને યાત્રાધામ બોર્ડના અધિકારીઓ મીટીંગમાં ઉપસ્થિત રહ્યા હતા.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews