જૂનાગઢનાં ધારાસભ્ય ભીખાભાઈ જાેષીને માઈલ્ડ બ્રેઈન સ્ટોક : હોસ્પિટલમાં સારવાર હેઠળ

0

જૂનાગઢ કોંગ્રેસનાં ધારાસભ્ય ભીખાભાઈ જાેષીને માઈલ્ડ બ્રેઈન સ્ટોક આવતા સારવાર માટે ડો. પ્રતિક પબાણીની હોસ્પિટલમાં દાખલ કરાયા છે. ભીખાભાઈ જાેષીનાં પુત્ર મનોજભાઈ જાેષીએ જણાવ્યું હતું કે, દિવાળીનાં તહેવારો દરમ્યાન અમારા વતન અમરાપુર ગીર ખાતે અમારો આખો પરિવાર ત્યાં હતો અને ભીખાભાઈની દિવાળીની રાત્રે જ તબિયત લથડતા તેઓને જૂનાગઢ ખાતે લાવવામાં આવેલ હતા અને તેમનાં નિવાસ સ્થાને ડો. ચિંતન યાદવ દ્વારા સારવાર શરૂ કરાય હતી અને તેઓની વાતચીત દરમ્યાન અવાજમાં ફેર લાગતા એમ.આર.આઈ. કરાવવામાં આવેલ હતું. ત્યારબાદ પ્રતિક પબાણી(ન્યુરોલોજીસ્ટ)ને ત્યાં સારવાર શરૂ કરવામાં આવેલ હતી. દરમ્યાન રીપોર્ટમાં ભીખાભાઈ જાેષીને માઈલ્ડ બ્રેઈન સ્ટોકની અસર દેખાતા તેઓને હાલ ડો. પ્રતિક પબાણીને ત્યાં ડો. આકાશ પટોળીયા સહિતની ટીમ દ્વારા યુધ્ધનાં ધોરણે સારવાર આપવામાં આવતા હાલ તેઓની તબિયત એકદમ સુધારા ઉપર છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!