તાજેતરમાં દિવાળીના તહેવારો ઉજવાનાર હોય, દરમ્યાન જૂનાગઢ રેન્જના ડીઆઈજી મનિંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ જિલ્લાના પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા દિવાળીના તહેવારોમાં પ્રજા શાંતિથી તહેવારો ઉજવી શકે તે માટે જૂનાગઢ શહેરની તેમજ જિલ્લાની પોલીસને સતર્ક કરી અને ખાસ કરીને જૂનાગઢ શહેરમાં જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ એ, બી, સી, ભવનાથ તથા તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વાહન ચેકિંગ તેમજ ફૂટ પેટ્રોલિંગની ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવેલ હતી. દિવાળીના તહેવારોમાં ગોઠવવામાં આવેલ ખાસ વ્યવસ્થાની આ કાર્યવાહીના ભાગરૂપે તાજેતરમાં જૂનાગઢ શહેર વિસ્તાર તથા જિલ્લામાં દિવાળીના તહેવારોમાં લોકો ખરીદી કરવા આવતા હોય ત્યારે જુદી જુદી ચિટર ગેંગ, ચોરી કરતી ગેંગ દ્વારા ખરીદી કરવા આવતા લોકોને ટાર્ગેટ કરવામાં આવતા હોય, જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ શહેર વિસ્તારમાં જૂનાગઢ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ એમ.એમ.વાઢેર, મહેન્દ્રસિંહ જનકાત, બી ડિવિઝન પીઆઈ આર.એસ.પટેલ, સી ડિવિઝન પીઆઈ એન.એ.શાહ, પીએસઆઈ જે.જે.ગઢવી, તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઈ એ.એસ.ગોહિલ, પીએસઆઈ પી.વી. ધોકડીયા, ભવનાથ પીએસઆઈ એમ.સી.ચુડાસમા, મેંદરડા પીએસઆઈ કિરીટસિંહ મોરી, વિસાવદર પીઆઈ એન.આર.પટેલ, ભેસાણ પીએસઆઈ કે.એમ.ગઢવી સહિતના પોલીસ અધિકારીઓ તથા સ્ટાફ દ્વારા તહેવારોમાં સમયમાં ખુબ જ મહેનત કરી, રાઉન્ડ ધ કલોક સતર્કતાથી ફરજ બજાવતા ઉપરાંત જૂનાગઢ જિલ્લા પોલીસ વડા રવી તેજા વાસમ શેટ્ટી દ્વારા સ્ટાફ સાથે જાતે પેટ્રોલિંગ કરી, જૂનાગઢ વાસીઓ તથા બહારથી આવતા પ્રવાસીઓ દ્વારા ખુબજ શાંતિ પૂર્વક તહેવારોની ઉજવણી કરવામાં આવેલ અને પોલીસ પ્રજાનો મિત્ર છે, એ સૂત્રને સાર્થક કર્યું હતું. જૂનાગઢ જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી તથા જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજા દ્વારા શહેર વિસ્તારમાં પેટ્રોલિંગ, વાહન ચેકીંગ ઉપરાંત જૂનાગઢ શહેરની જનતાને દિવાળીના તહેવારોમાં ચોર, ચીટર, લુખ્ખા તત્વો, છેડતી કરતા ઈસમો, છારાં ગેંગ, દેવીપૂજક ગેંગ, પોલીસની ઓળખ આપી લૂંટ તથા ચોરી કરતી ઈરાની ગેંગથી સાવચેત રહેવા લોકોને સમજાવવાની સાથેસાથે ચોરીનો મુદ્દામાલ પરત પણ આપવામાં આવેલ હતો. ઉપરાંત, સતત લોકોને આવી ગેંગ બાબતે સાવચેતી રાખવા વ્યવસ્થા કરવામાં આવતા કોઈપણ અનિચ્છનિય બનાવ વગર લોકોએ શાંતિપૂર્વક માહોલમાં તહેવારોની ઉજવણી કરેલ હતી. હાલના કોરોના વાયરસનાં સંક્રમણ અટકાવવા પણ લોકોને સોશ્યલ ડિસ્ટન્સ જાળવવા, માસ્ક પહેરવા તેમજ સેનેટાઇઝરનો ઉપયોગ કરવા પણ જાહેરાત કરી, સાવચેત કરવા ખાસ વ્યવસ્થા પણ કરવા પણ આયોજન કરવામાં આવેલ હતું. જૂનાગઢ પોલીસ દ્વારા તહેવારો પૂર્વે તથા તહેવારો દરમ્યાન જૂનાગઢ શહેર, ભવનાથ વિસ્તાર, રોપ-વે સાઈટ ઉપર, પરબ ધામ, સતાધાર તેમજ સાસણ ગીર વિસ્તારમાં તમામ ધાર્મિક સ્થળો તેમજ ફરવાના સ્થળો ઉપર આયોજન પૂર્વક કરવામાં આવેલ બંદોબસ્ત વ્યવસ્થાના કારણે શાંતિપૂર્ણ માહોલમાં તહેવારોની ઉજવણીના કારણે લોકો દ્વારા જૂનાગઢ પોલીસના ખડેપગે રાખવામાં આવેલ બંદોબસ્તની ચોમેરથી પ્રસંશા થઈ રહી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews