દીવ પર્યટન ક્ષેત્ર પૂર્નઃ ધમધમતું થયું

0

દીવમાં પ્રવાસીઓનો ભારે ઘસારો જાેવા મળી રહ્યો છે. તહેવારો પૂર્ણ થતાની સાથે જ પ્રવાસીઓ સંઘપ્રદેશ દીવ તરફ આવતા જાેવા મળી રહ્યા છે. દેશ અને દુનિયાના પ્રવાસીઓ માટે દીવ જાણીતું અને માનીતું પર્યટન સ્થળ છે, ત્યારે દીવમાં આવેલા ઐતિહાસિક પૌરાણિક અને તેના બીચનો આહલાદક અનુભવ કરવા માટે પ્રવાસીઓનો ઘસારો જાેવા મળી રહ્યો છે. પાછલા એક વર્ષથી પ્રવાસીઓની ગેરહાજરીથી સુમસામ બનેલ પ્રવાસન સ્થળ દિવાળીના તહેવારો પૂર્ણ થતાં જ ફરી એક વખત જીવંત બનતું જાેવા મળી રહ્યું છે. કોરોના સંક્રમણ કાળમાં સંઘપ્રદેશ દીવ પ્રવાસન ગતિવિધિઓને કારણે શુષ્ક જાેવા મળતું હતું, પરંતુ હવે સંક્રમણ ખૂબ જ ઓછું થયું છે આવી પરિસ્થિતિમાં પ્રવાસીઓ પ્રવાસન ક્ષેત્ર દીવની મુલાકાત લઈ રહ્યા છે અને એક વર્ષ સુધી સતત ચિંતામાં પસાર કરેલા સમયને ભૂલીને મનોરંજન અને પર્યટન સ્થળે આવીને પર્યટનની મજા માણી રહ્યા છે. દીવમાં આવેલા બીચ પ્રવાસીઓને વર્ષોથી પ્રભાવિત કરી રહ્યા છે વધુમાં દીવનો કિલ્લો, નાયડા ગુફા મ્યુઝિયમ અને ખૂકરી મેમોરીયલ પ્રવાસીઓને આકર્ષિત કરી રહ્યું છે, જેને કારણે સંઘ પ્રદેશ દીવમાં પ્રવાસન ઉદ્યોગ ફરી એક વખત ધમધમતો જાેવા મળી રહેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!