સુપ્રસિધ્ધ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર-સાળંગપુરધામ ખાતે લાભ પાંચમ નિમિત્તે તા.૯-૧૧-ર૦ર૧નાં મંગળવારનાં રોજ શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી દાદાને પૂજારી સ્વામિ દ્વારા દિવ્ય સિલ્વર ડાયમંડ જડિત વાઘાનો શણગાર કરી સિંહાસનને હજારીગલ તથા ગલગોટાનાં ફુલોથી શણગાર કરવામાં આવેલ હતો. અંદાજે ૧પ કિલો ચાંદી વપરાયેલી હતી. જેમાંથી વાઘા-મુગટ-મોજડી બનાવવામાં આવેલ છે. આ વાઘા બનાવવામાં અંદાજે છ મહિનાનો સમય લાગેલ હતો. આ વાઘાની ડિઝાઈન શા. સ્વામિ હરિપ્રકાશદાસજી (અથાણાવાળા) નાં માર્ગદર્શન મુજબ તૈયાર કરવામાં આવેલ હતી. વાઘા ઉપર ઓરીજનલ ર૦૦ ગ્રામ રેડીયમ ચઢાવવામાં આવેલ હતું તથા ગોલ્ડ પ્લેટીંગ કરવામાં આવેલ છે. મંગળા આરતી પઃ૩૦ કલાકે તથા શણગાર આરતી સવારે ૭ કલાકે પ.પૂ. શાસ્ત્રી સ્વામિ હરિપ્રકાશદાસજી (અથાણાવાળા) દ્વારા કરવામાં આવેલ હતી. આ અનેરા દર્શનનો લાભ લઈ ભાવિકોએ ધન્યતાનો અનુભવ કરેલ હતો.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews