જૂનાગઢ જવાહર રોડ સ્થિત શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર ખાતે છપ્પનભોગ અન્નકૂટ ઉજવાયો

0

જૂનાગઢ શહેરનાં જવાહર રોડ સ્થિત સ્વામિનારાયણ મુખ્ય મંદિરે દિપાવલી દરમ્યાન અનેકવિધ ધાર્મિક આયોજનો થયેલ હતા. જેમાં ખૂબ જ બહોળી સંખ્યામાં ધર્મપ્રેમી જનતાએ લાભ લીધો હતો. ઐતિહાસિક મહત્વ ધરાવતા આ મંદિરમાં બિરાજમાન શ્રી રાધારમણદેવ-મહાપ્રતાપી શ્રી સિધ્ધેશ્વર મહાદેવજીની પ્રતિષ્ઠા સ્વયં ભગવાન સ્વામિનારાયણે સ્વહસ્તે કરી હતી અને આજે પણ દેશ-વિદેશમાંથી લાખો શ્રધ્ધાળુઓ દર્શનાર્થે પધારતા હોય છે. દિપોત્સવી દરમ્યાન ચેરમેન કોઠારી સ્વામી દેવનંદનદાસજી તથા મુખ્ય કોઠારી પ્રેમસ્વરૂપદાસજીનાં માર્ગદર્શન પ્રમાણે યુવાન સંતો કો. પી.પી. સ્વામિ, શાસ્ત્રી સ્વામિ કુંજવિહારીદાસજી તથા પૂજારી સ્વામિ ધર્મકિશોરદાસજી, ભંડારી નોૈતમસ્વામિ વગેરે સંતોની જહેમતથી વાઘબારસથી બેસતા વર્ષ સુધી અનેક ઉત્સવોનું આયોજન થયું હતું. ભવ્ય ધન પૂજન, ચોપડા પૂજન, શારદા પૂજન, દિપોત્સવ તેમજ બેસતા વર્ષનાં પ્રારંભે મંદિરમાં બિરાજમાન દેવોને ભવ્ય છપ્પનભોગ અન્નકૂટ ધરાવાયો હતો. જેનાં દર્શન કરી શ્રધ્ધાળુઓએ ધન્યતા અનુભવી હતી. ૧૧૦૦૦ કિલોનાં આ અન્નકૂટનો પ્રસાદ જૂનાગઢ, રાજકોટ, ગીર-સોમનાથ, અમરેલી, ઉના વગેરે વિસ્તારોમાં રહેતા ભાવિક ભકતો સુધી પહોંચાડવામાં આવ્યો હતો તેમ પ્રફુલભાઈ કાપડીયાની યાદીમાં જણાવાયું હતું.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!