કવિ દાદને રાષ્ટ્રપતિ કોવિંદના હસ્તે મરણોપણાંત પદ્મશ્રી એવોર્ડ એનાયત

0

કાળજા કેરો કટકો મારો ગાંઠથી છૂટી ગયો… જેવી અનેક અમર રચનાના રચયિતા કવિ દાદને મરણોપણાંત પદ્મશ્રી એવોર્ડ એનાયત કરાયો છે. આ અંગે યોગીભાઇ પઢિયારે જણાવ્યું હતું કે, દિલ્હી ખાતે પદ્મશ્રી એવોર્ડ એનાયત સમારોહ યોજાય છે. ત્યારે શિક્ષણ અને સાહિત્ય ક્ષેત્રે પદ્મશ્રી એવોર્ડ માટે કવિ દાદની પસંદગી કરવામાં આવી હતી. જાેકે, કવિ દાદના નામે જાણીતા બનેલા દાદુદાન પ્રતાપદાન ગઢવીનું તા.૨૬ એપ્રિલ ૨૦૨૧ના અવસાન થતા તેમને મરણોપણાંત એવોર્ડ એનાયત કરવાનો હતો. દરમ્યાન જૂનાગઢના મુક્તિ દિન ૯ મી નવેમ્બરે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે કવિ દાદને મરણોપણાંત પદ્મશ્રી એવોર્ડ એનાયત કરાયો હતો જે એવોર્ડ કવિ દાદના પુત્ર વિષ્ણુભાઇ, જીતુભાઇ અને સ્વ. મહેશભાઇના પુત્ર ઋષિરાજભાઇએ સ્વિકાર્યો હતો. આ તકે જે.બી. જાડેજાની પણ ઉપસ્થિતી રહી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!