જૂનાગઢ રેંજ આઈજી ઓફિસની કમ્પાઉન્ડની દીવાલ પાસેનાં ફૂલ-છોડનાં કયારામાં એક થેલીમાંથી એકસપ્લોઝિવ વિસ્ફોટક પદાર્થ ભરેલી ર૬ સ્ટીક મળી આવતા એસઓજીએ માણાવદરનાં કતકપરા ગામનાં એક શખ્સને ઝડપી લઈને પૂછતાછ શરૂ કરી છે. જૂનાગઢમાં ગત તા.૩૧ ઓકટોબરનાં બપોરે ૪ઃ૧પ કલાકે બિલખા રોડ ઉપર આવેલ આઈજી ઓફીસનાં કમ્પાઉન્ડની બહારની દીવાલ પાસેનાં ફૂલ-છોડનાં કયારામાં એક શંકાસ્પદ થેલી મળી આવતા જે અંગે સાયબર સેલનાં પીએસઆઈ પી.જે. રામાણીએ સી ડીવીઝન પોલીસ મથકમાં જાણવા જાેગ દાખલ કરીને જાહેરાત આપી હતી, જે અંગે એસઓજીને તપાસ સોંપવામાં આવતા પી.આઈ. એચ.આઈ. ભાટી સહિતનાં સ્ટાફે જે તે વખતે બોંબ ડિસ્પોઝલ સ્કોર્ડને સાથે રાખીને તે સ્થળે તપાસ કરી હતી. તો ફૂલ-છોડનાં કયારામાંથી મળેલી થેલીમાંથી એકસપ્લોઝિવ વિસ્ફોટક પદાર્થ ભરેલી ર૬ સ્ટીક મળી આવી હતી. જે અંગે એસઓજીએ આસપાસનાં સીસીટીવી ફૂટેજ તપાસતા બનાવનાં આગલા દિવસે તા.૩૦નાં રોજ સાંજે પઃ૩૦ કલાકે એક શખ્સ પોતાનાં બાઈક નંબર જીજે-૯-એન-૬૮૮૦ ઉપર આવીને આ થેલી અહીં ઉભેલા એક લારીવાળા બાલાભાઈ હમીરભાઈ વૈશને આપીને જતો રહ્યાનું સામે આવ્યું હતું. જે બાઈક નંબરની તલાસ કરીને એસઓજીએ તેને ઝડપી લેતા તે શખ્સ માણાવદરનાં કતકપરાનો રહેવાસી અનીલ ઉર્ફે લખન મોહન સોલંકી(ઉ.વ.૩૧) હોવાનું ખુલતા તેની પૂછપરછમાં તેણે પોલીસને એવી કબુલાત આપી કે, તે કુવો ગાળવાનું કામ કરતો હોય અને વિસ્ફોટક સ્ટીકો ચોરી છુપીથી મેળવીને વેંચાણ અર્થે લાવ્યો હતો અને તે દિવસે તે થેલીમાં સ્ટીકો ભરીને જતો હતો. તે સમયે સાંજે તેને અચાનક પથરીનો દુઃખાવો ઉપડતા તેણે આ વિસ્ફોટક સ્ટીક ભરેલી થેલી આ લારીવાળાને આપીને હોસ્પિટલ જતો રહ્યો હતો. દરમ્યાન રાત સુધી અનીલ થેલી લેવા ન આવતા લારીવાળાએ આ થેલી દીવાલ પાસેનાં કયારામાં રાખીને તેની બાજુમાં ઉભેલા લારીવાળાને જણાવીને જતો રહ્યો હતો. હાલ પોલીસે અનીલ ઉર્ફે લખનની વધુ પુછતાછ કરી રહી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews