રામ નામ મે લિન હૈ, દેખત સબ મેં રામ, તાકે પદ વંદન કરૂ જય જય જલારામ

0

સંત શિરોમણી પરમ પૂ. જલારામ બાપાની રરરમી જન્મ જયંતિની આજે સમગ્ર સૌરાષ્ટ્રમાં ભાવભેર ઉજવણી કરવામાં આવી રહી છે. સૌરાષ્ટ્રનાં પ્રત્યેક ગામો અને શહેરોમાં જય જલ્યાણનો નાદ ગુંજી ઉઠયો છે.  આજે પૂ. જલારામ બાપાને અન્નકુટ પ્રસાદ ધરાવવામાં આવેલ છે તેમજ સમૂહ નાત પ્રસાદ તો કયાંક પ્રસાદી વિતરણ, રકતદાન શિબિરો સહિત સેવાકીય કાર્યો હાથ ધરવામાં આવેલ છે.  જૂનાગઢ શહેરમાં પણ વિવિધ સોસાયટી, મહોલ્લાઓમાં આજે જલારામ જયંતિની ઉજવણી થઈ રહી છે. પૂ. જલારામ બાપાનાં કર્મભૂમિ એવા મુખ્ય ધામ એવા વિરપુર જલારામ મંદિરે અનેરા ઉત્સાહ સાથે ઉજવણીનો માહોલ શરૂ થયો છે. આજે સેવાની, ધર્મની અને અન્નદાન, સમૂહ પ્રસાદ સહિતની જયોત પ્રગટી રહી છે અને સર્વત્ર સંત શિરોમણી પૂ. જલારામ બાપાની જન્મ જયંતિની ભાવપૂર્ણ ઉજવણી થઈ રહી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!