સોમનાથના સમુદ્ર કિનારેથી બે દિવસ પહેલા દોઢ વર્ષની બાળકીને માર મારી રહેલ મહારાષ્ટ્રના શંકાસ્પદ યુવકને પકડી લેવાયાના મામલે ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. જેમાં પરપ્રાંતીય યુવકે ભિક્ષાવૃત્તિ માટે માસુમ બાળકીનું ગત ૨૨ ઓકટોબરના નાગપુર રેલવે સ્ટેશન નજીકથી અપહરણ કર્યુ હોવાનું પોલીસ પૂછપરછમાં ઘટસ્ફોટ થયો છે. આ માસુમ બાળકી ગુમ થવાના મામલે નાગપુર પોલીસ સ્ટેશનમાં બાળકીના ગુમસુદાની એન્ટ્રી નોંધાઈ હોવાનું જાણવા મળતા પોલીસ દ્વારા બાળકીના માતા પિતાને જાણ કરી અત્રે બોલાવવામાં આવ્યા છે. હાલ માસુમ બાળકીને પ્રભાસ પાટણ પોલીસ સ્ટાફ દ્વારા ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. તા.૧૩ મીને સાંજે સોમનાથ ચોપાટી ઉપર સાંજનાં સમયે એક શખ્સ શંકાસ્પદ હાલતમાં દોઢ વર્ષની માસુમ બાળકીને માર મારતો હોવાની પોલીસને જાણ થતા પીઆઈ એન. એમ. આહીર ડી-સ્ટાફના વિશાળ ગળચર, હેંમત સોલંકી સહિતના સાથે ઘટના સ્થળે દોડી જઇ માસુમ બાળકી અને તેને મારનાર શખ્સને પોલીસ મથકે લાવી હતી. બાળકીને માર મારેલ ઈજાઓ થયેલ હોવાથી સારવાર કરાવવામાં આવી હતી. બાદ તપાસ કરતાં હુમલાખોર શખ્સ મહારાષ્ટ્રના અમરાવતીમાં રહેતો સુરજ પ્રકાશરાવ ખીરડકર હોવાનું જાણવામાં માળ્યુ હતું. આ શખ્સ બાળકી પોતાની હોવાનો પોલીસ સમક્ષ દાવો કરી રહ્યો હતો. જાે કે તેના લગ્ન થયાનું હોવાનું પોલીસને જાણવા મળતા એક તબક્કે પોલીસ સ્ટાફ ચકરાવે ચડ્યો હતો. પોલીસને તેની પાસેથી રેલવેની ટીકીટો મળી આવેલ હતી. જેથી પોલીસે ગુજરાત મહારાષ્ટ્રનાં પોલીસ સ્ટેશનમાં જાણ કરી સોશ્યલ મીડીયામાં મુકતા આ બાળકી મૂળ અલ્હાબાદ રહેતા અને હાલ ડીલેવરી માટે નાગપુર આવેલ દીપા પ્રેમ ભારથીની પુત્રી હોવાનું અને તેની ગમસુદા થયાની ફરિયાદ નાગપુર પોલીસમાં ગત તા.૨૨ નાં રોજ નોંધણી થઈ હોવાનું જાણવા મળેલ હતુ.ત્યારબાદ નાગપુર પોલીસ સાથે સંપર્ક કરી બાળકીની ઓળખ કરેલ હતી. બાળકી મળી હોવા અંગે તેના માતા-પિતાને જાણ કરવામાં આવતા માસુમ બાળકીનો કબજાે લેવા માટે તેના પરિવારજનો સોમનાથ આવવા નીકળી ગયા હોવાનું જાણવા મળેલ છે. માસુમ બાળકીના માતા-પિતાની વિગતો જાહેર થતા પોલીસ દ્વારા અટકાયત કરેલ અમરાપુરના શખ્સ સુરજ પ્રકાશરાવની પૂછપરછ હાથ ધરતા ભિક્ષાવૃત્તિ કરાવવા માટે માસુમ બાળકીનું નાગપુર રેલવે સ્ટેશન નજીકથી તા.૨૨ ના રોજ અપહરણ કર્યાનું જણાવ્યું હોવાનું પીઆઈ એન.એમ. આહીરે જણાવેલ છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews