પ્રજ્ઞાચક્ષુ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત અંધ કન્યા છાત્રાલય તેમજ જૂનાગઢની જાણીતી સેવાભાવી સંસ્થા સત્યમ સેવા યુવક મંડળ દ્વારા અંધ કન્યા છાત્રાલયમાં તમામ કેટેગરીના દિવ્યાંગો માટે બીજા વેક્સિનેશન ડોઝ માટે આયોજન કરવામાં આવેલ હતું. જેમાં જૂનાગઢ તેમજ આજુબાજુ વિસ્તારના પ્રજ્ઞાચક્ષુ વિકલાંગ તેમજ જરૂરિયાત મંદ લોકોને કોરોના મુક્તની વેક્સિન આપવામાં આવી હતી. આ કેમ્પમાં મોટી સંખ્યામાં દિવ્યાંગોની હાજરી રહી હતી. જેમાં જૂનાગઢ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સેક્રેટરી પી.એમ. અટોદરિયા, સત્યમ સેવા યુવક મંડળના અને અંધ કન્યા છાત્રાલયના પ્રમુખ મનસુખભાઈ વાજા, ટ્રસ્ટી બટુકબાપુ, મેઘનાથી મુકેશગીરી, શાંતાબેન બેસ, કિરણબેન ડાંગર, વલ્લભભાઈ ચૌહાણ, અલ્પેશભાઈ પરમાર, કમલેશભાઈ પંડ્યા વગેરે ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કેમ્પમાં મહાનગરપાલિકાના આરોગ્ય કર્મચારીઓ ઉપસ્થિત રહી સેવા આપી હતી. તેમજ કાર્યક્રમને સફળ બનાવવા પ્રવીણભાઈ જાેશી, છગનભાઈ પટેલ, જગતભાઈ ડાંગર, મનોજભાઈ સાવલિયા, દક્ષાબેન ચાવડા વગેરેની ઉપસ્થિતિ રહી હતી અને આ પ્રસંગે કોરોના માટેની જાગૃતિ લાવવા માટે વધુમાં વધુ લોકો વેક્સિન લઈ પોતે જ પોતાનો આરોગ્ય જાળવે એવું સંસ્થાના પ્રમુખ મનસુખભાઈ વાજાએ જણાવેલ હતું.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews