શ્રી વલ્લભ પદયાત્રા દ્વારા સતત ૧પમી વાર રાજકોટથી શ્રીનાથજી પદયાત્રાનું વિના મુલ્યે આયોજન કરવામાં આવ્યું છે. તા. ૪-૧ર-ર૧ને શનિવારનાં રોજ પ્રારંભ થનાર અંદાજે પપ૦ કિમીની અને ૧૪ દિવસની પદયાત્રા સંપૂર્ણ પણે વિના મુલ્યે યોજવામાં આવી છે. વૈષ્ણવ ભાઈ-બહેનોને આ પદયાત્રામાં જાેડાવવા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. તા. ૪ ડીસેમ્બરે શનિવારે પદયાત્રા શરૂ થઈ ચોટીલા, લીંબડી, બગોદરા, અમદાવાદ, ગાંધીનગર, હિંમતનગર, શામળાજી, ખેરવાડા, ઉદયપુર, એકલીંગજી થઈને તા. ૧૭ ડીસેમ્બરે શ્રીનાથજી પહોંચશે. દરેક પદયાત્રીક વૈષ્ણવ ભાઈઓ તથા બહેનો શ્રીનાથજીમાં બે દિવસનો મુકામ કરશે અને શ્રીનાથજી પ્રભુનાં દર્શનનો અનરો અને અનન્ય લાભ લેશે. આયોજનને સફળ બનાવવા માટે સંઘનાં આયોજક કિશોરભાઈ બુધ્ધદેવ, ગિરીશભાઈ કુંકણા, જીગરભાઈ ભગદેવ, શશીભાઈ બુધ્ધદેવ, ચેતનભાઈ વાગડીયા, શ્યામભાઈ કારીયા, નાગરદાસ કાનાણી, અરવિંદભાઈ અનીડાવાળા વગેરે કાર્યકરો જહેમત ઉઠાવી રહયા છે. પદયાત્રાની વધુ વિગત માટે પટેલ આઈસ્ક્રીમ, અમીન માર્ગ, રાજકોટ ખાતે સાંજે ૪ થી ૬ રૂબરૂ અથવા મો. ૯૮રપ૦ ૭પર૧૯ ઉપર સંપર્ક કરવા સંઘની યાદીમાં જણાવાયું છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews