સોમનાથ-કોડીનાર પ્રસ્તાવીત નવી રેલ લાઇનનો સર્વે કરવા દેવા રેલબાબુઓની માંગ, જયારે ખેડૂતોએ ‘જાન દેંગે જમીન નહીં દેંગેનું’ સુત્ર દોહરાવ્યું

0

સોમનાથ-કોડીનાર વચ્ચે ખાસ બ્રોડગેજ લાઇન નાંખવાના કોમર્શિયલ રેલ પ્રોજેકટ સામે ખેડૂતો જાેરદાર વિરોધ કરી રહયા છે. ત્યારે આ વિવાદનો ઉકેલ લાવવા માટે ગઈકાલે ગીર સોમનાથ જીલ્લા કલેકટરની ખેડૂતોના પ્રતિનિધિ મંડળ અને રેલ અધિકારીઓ સાથે બેઠક મળી હતી. આ બેઠકમાં રેલ વિભાગ દ્વારા પ્રોજેકટ અંગે સર્વે કરવા દેવા માંગ કરાયેલ જેની સામે ખેડૂતોના પ્રતિનિધિ મંડળએ ખેડૂતોએ ‘જાન દેંગે પર જમીન નહીં દેંગે’ના સૂત્ર સાથે વિરોધ દર્શાવી હયાત સોમનાથ વાયા પ્રાંચી-કોડીનાર મીટર ગેજ લાઇનનું બ્રોડગેજમાં કન્વેર્ઝન કરવા સુચન સાથે રજૂઆત કરી હતી. આ મામલે બંને પક્ષોને સાંભળી જરૂરી સુચનો આપી સુખદ ઉકેલ લાવવા માટે સકારાત્મક કાર્યવાહી કરવાની ગીર સોમનાથ જીલ્લા કલેકટર દ્વારા ખાત્રી આપી હતી. વેરાવળ-કોડીનાર વચ્ચે નવી બ્રોડગેજ રેલ લાઈન નાંખવાના પ્રોજેકટના મામલે ગઈકાલે વેરાવળ પ્રાંત કચેરી ખાતે ગીર સોમનાથ જીલ્લા કલેકટર રાજદેવસિંહ ગોહિલની અધ્યક્ષતામાં રેલવે અધિકારીઓ  અને ખેડૂત આગેવાનોના પ્રતિનિધિ મંડળની બેઠક મળી હતી. જેમાં રેલવે વિભાગના અધિકારી દ્વારા પ્રસ્તાવીત રેલ્વે લાઈન માટે સર્વે કરવા દેવા માંગણી કરી હતી. જેને લઇ બેઠકમાં જ ખેડૂતો દ્વારા રેલ્ની માંગણી સામે વિરોધ દર્શાવ્યો હતો. બાદમાં બંને પક્ષોએ રજૂઆતો કરી હતી. જે સાંભળ્યા બાદ ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર રાજદેવસિંહ ગોહિલે આ બેઠક બંને પક્ષોની વાત સાંભળવાની સાથે ખેડૂતોની વાત જાણવા માટે બોલાવી હતી. જેમાં બંને પક્ષોએ રજુઆતો કરેલ હોવાથી આ મામલે સુખદ ઉકેલ લાવવા માટે સકારાત્મક કાર્યવાહી કરવાની ખાત્રી આપી હતી. જયારે આ મામલે ખેડૂતો એકતા મંચના રમેશ બારડ અને કાળાભાઇ સોલંકીએ જણાવેલ કે, સોમનાથ-કોડીનાર વચ્ચે નવી કોમર્શિયલ રેલ્વે લાઈનનો પ્રોજેકટ ગીર સોમનાથ જિલ્લાના ચાર ઉદ્યોગો માટે જ સરકાર દ્વારા નકકી કર્યો છે. નવી રેલવે લાઈન નાંખવાથી વેરાવળ, સુત્રાપાડા અને કોડીનાર ત્રણ તાલુકાના ૧૯ ગામો પ્રભાવિત થશે. આ ગામોના ૧૨૦૦ ખેડૂતોની ૨૫૦૦ વીઘા જેટલી ફળદ્રુપ જમીન સંપાદિત થશે. જેના લીધે ૪૫૦ ખેડૂતો તો ખેડૂત ખાતેદાર તરીકે મટી જશે જયારે અનેક ખેડૂતો જમીન વિહોણા પણ બની જશે. જેથી સોમનાથ- કોડીનાર વચ્ચે નવી રેલવે લાઈન નાંખવાના બદલે હયાત વેરાવળથી વાયા તાલાલા-પ્રાંચી-કોડીનાર મીટર ગેજ લાઈનને બ્રોડગેજમાં રૂપાંતરિત કરવાનું રેલ વિભાગ અને સરકારને સુચન કર્યુ છે. આ રેલ લાઇનનનો ખેડૂતો ‘જાન દેંગે પર જમીન નહીં દેંગે’ના સુત્ર સાથે મકકમતાથી વિરોધ કરી રહયા છે અને ભવિષ્યમાં પણ કરતા રહેશું તેવી મકકમતા દર્શાવી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!