જૂનાગઢ : કથામાં વિવિધ ધાર્મિક પ્રસંગોની કરાઇ ઉજવણી

0

મુંડીયા સ્વામિ ટ્રસ્ટ જૂનાગઢ દ્વારા આયોજીત શ્રી ગોડ બ્રહ્મ સમાજની શ્રીમદ્દ ભાગવત કથામાં મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી કથાનું રસપાન કરી રહ્યા છે. શહેરના ઝાંઝરડા રોડ સ્થિત શિવમ પાર્ટી પ્લોટ ખાતે બનાવાયેલા વૃંદાવન ધામ ખાતે ૧૧ નવેમ્બરે પોથી યાત્રા બાદ શરૂ થયેલી અને બપોરના ૩થી સાંજના ૬ સુધી યોજાતી કથામાં ૧૬ નવેમ્બર સુધીમાં કપીલ જન્મ, જડભરત કથા, ભવાટવી કથા, નૃસિંહ અવતાર, વામન જન્મ, રામજન્મ, કૃષ્ણજન્મ, નંદ મહોત્સવ, ગોવર્ધન પૂજા, બાળલીલા સહિતના પ્રસંગો રજૂ થયા છે. જ્યારે હવે બુધવારે રૂક્ષ્મણી વિવાહ અને ગુરૂવારે પરિક્ષીત મોક્ષ સાથે કથાની પૂર્ણાહુતિ થશે. કથાની વિશેષતા એ છે કે, આઠેય દિવસ દરમ્યાન દરરોજ અલગ અલગ મળી કુલ ૮ વક્તાઓ વ્યાસપીઠ ઉપરથી કથાનું રસપાન કરાવી રહ્યા છે. દરરોજ સાંજના ૬ પછી મ્યુઝિકલ પ્રોગ્રામ, ડાયરા, ભજન જેવા સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ રાતના ૮ વાગ્યે ભોજન પ્રસાદનો કાર્યક્રમ પણ યોજાઇ રહ્યો છે. કથાના કાર્યક્રમને સફળ બનાવવા મુંડીયા સ્વામિ ટ્રસ્ટના પ્રમુખ જે.કે. ભટ્ટ, ઉપપ્રમુખ હરેશભાઇ ભટ્ટ, મંત્રી અજીતભાઇ પંડ્યા, બંસીભાઇ પંડ્યા વગેરે જહેમત ઉઠાવી રહ્યા હોવાનું ઉદયભાઇ પંડયાએ જણાવ્યું છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!