જૂનાગઢ શહેરનાં રાયજીબાગ વિસ્તારમાં બનેલા એક બનાવમાં બે અજાણ્યા સરદારજી જેવા પુરૂષો એક મકાનમાં ચાવી બનાવવા જઈ અને બાદમાં રૂા. ૧.૪૦ લાખ ની ચોરી કરી ગયાનો બનાવ પોલીસ દફતરે નોંધાયો છે. આ બનાવ અંગે પોલીસે આપેલી વિગતો અનુસાર રાયજી બાગ શેરી નં.ર બ્લોક નં.૩૭ ખાતે રહેતા શૈલેષભાઈ પ્રાણલાલભાઈ તલાટી (ઉ.વ.પ૭)એ બે અજાણ્યા સરદારજી જેવા પુરૂષ વિરૂધ્ધ નોંધાવેલી ફરીયાદમાં જણાવેલ છે કે, બે અજાણ્યા પુરૂષો સરદારજી જેવા લાગતા હોય અને બંને ચાવી બનાવવા વાળા હતા જેમાં એકની ઉંમર ૪૦ થી ૪પ વર્ષની તેમજ બીજાની ઉંમર ર૦ થી રર વર્ષની હતી અને કબાટનાં ખાનાની ચાવી બનાવવા ફરીયાદીએ ઘરે બોલાવતા આ બંને શખ્સો ફરીયાદીનાં ઘરમાં પ્રવેશ કરી અલગ અલગ કબાટનાં ખાના ખોલવાનાં બહાને અલગ અલગ ચાવીઓ મંગાવી અને ત્યારબાદ ફરીયાદીનાં ઘરના નીચેના બેડરૂમમાં રાખેલ કબાટનું ખાનુ ખોલવાની કોશીષ કરી હતી આ દરમ્યાન ફરીયાદી થોડા સમય માટે અન્ય ચાવી લેવા જતાં આરોપીઓએ કબાટનું ખાનુ ખોલી રૂા.૧.૪૦ લાખની ચોરી કરી ગયાની ફરીયાદ પોલીસમાં નોંધાવેલી છે આ બનાવ તા. ૧૪-૧૧-ર૦ર૧નાં સવારનાં ૯.૩૦નાં અરસામાં બનેલ અને ગઈકાલે પોલીસમાં ફરીયાદ નોંધાવતા સી ડીવીઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews