હજારો ભાવિકો ગિરનારની લીલી પરિક્રમા ‘રામભરોસે’સંપન્ન કરી વતન તરફ રવાના થયા

0

ગરવા ગિરનારની ૩૬ કિલોમીટરની લીલી પરિક્રમા આ વર્ષે કઠીન, મુશ્કેલભરી અને કોઈપણ જાતની સુવિધા વિહોણી હોવા છતાં પણ શ્રધ્ધાનો દિપક જલાવી અને દૂર દૂરથી આવેલા સંખ્યાબંધ ભાવિકો હોશે-હોશે પરિક્રમાનું પુનીત ભાથું બાંધ્યું છે. ઘણા વર્ષો પહેલા ફાનસ યુગમાં અને કોઈ જાતની લાઈટ, રસ્તા, પાણી સહિતની કોઈપણ જાતની સુવિધા જે વખતે હતી નહી તેવા સંજાેગોમાં ર૦ થી રપ માણસોનાં શ્રધ્ધાળુઓનાં સંઘે ગિરનારજી મહારાજની પરિક્રમા શરૂ કરી હતી અને આ પરિક્રમા દિવસે દિવસે આગઉ અને અનેરૂ મહત્વ ધરાવતી બની ગયેલ. એક તકે તો પરિક્રમામાં ૧૦ થી ૧ર લાખ શ્રધ્ધાળુઓ ઉમટી પડતા હતા અને જંગલમાં મંગલ સાથે ભજન, ભોજન અને સેવાનો ત્રિવેણી સંગમ રચવામાં આવતો હતો. કોરોના કાળનાં આ સમયકાળમાં તકેદારીનાં પગલારૂપે પરિક્રમા ફકતને ફકત ૪૦૦ વ્યકિતઓ માટે શરૂ થઈ હતી અને મંજુરી પણ અપાય હતી. પરંતુ આખરે લોક લાગણીને ધ્યાને લઈ પરિક્રમા શરૂ થવાની દિવસે જ જવાબદાર તંત્ર દ્વારા છૂટ અપાતા પરિક્રમાર્થીઓમાં આનંદની લાગણી વ્યાપી ગઈ હતી. આ વર્ષે ગિરનારની પરિક્રમા થવાને છે કે નથી થવાની તે અંગેની દિવસો પહેલા કોઈપણ પ્રકારની જાહેરત થઈ ન હતી જેને લઈને દૂર-દૂરથી ભાવિકો પરિક્રમા પુરી કરવા, માનતા કરવા પહોંચી ગયા હતા.  એ શ્રધ્ધાળુઓને ખબર ન હતી કે રસ્તાની વ્યવસ્થા નથી, લાઈટની સુવિધા નથી, ભોજન માટેની સુવિધા નથી આવી પરિસ્થિતિ વચ્ચે હજારો ભાવિકોએ કઠીન એવી ચાલું વર્ષની પરિક્રમા રામભરોસે પૂર્ણ કરી શકયા છે. દેવ દિવાળીની રાતે શરૂ થયેલ ગિરનારની લીલી પરિક્રમા લાખો શ્રદ્ધાળુઓએ પરિક્રમા કરી પુણ્યનું ભાથું બાંધ્યું છે. ત્યારે સંખ્યાબંધ પરિક્રમાર્થીઓ પરિક્રમા કરી ઘરે જવા રવાના થયા છે. ગિરનારની લીલી પરિક્રમા વર્ષમાં એકવાર જ થતી હોય છે જ્યારે દેશ-વિદેશથી લોકો તેમની બાધા પૂરી કરવા માટે પરિક્રમા કરવા આવી પહોંચે છે. આ વખતે તંત્ર દ્વારા પરિક્રમા શરૂ થવાના ગણતરીના કલાકો પહેલાં લેવાયેલા ર્નિણયને લઈને શ્રદ્ધાળુઓએ ૩૬ કિલોમીટર લાંબા રૂટની પરિક્રમા તો કરી છે પરંતુ સરકાર અને વહીવટી તંત્ર દ્વારા અંતિમ ક્ષણે લેવાયેલા ર્નિણયથી શ્રદ્ધાળુઓમાં રોષ છવાયો હતો. પરંતુ ગત રોજ અનેક શ્રદ્ધાળુઓ અડધી પરિક્રમા મૂકીને પોતાના વતન પરત ફર્યા હતા કારણ કે કોઈ વ્યવસ્થા ઊભી ન કરાઇ હતી. પરંતુ આજે પરિક્રમા રૂટ ઉપર તમામ વ્યવસ્થા હોવાનું પરિક્રમાર્થીઓ જણાવી રહ્યા છે. ગિરનારની લીલી પરિક્રમા ૩૬ કિલોમીટરનો રૂટ છે જેમાં પ્રથમ પડાવ જીણાબાવાની મઢી, બીજાે પડાવ મારવેલાની ઘોડી અને ત્રીજાે પડાવ બોરદેવી થઈ પરિક્રમાર્થીઓ ભવનાથ ખાતે તેમની પરિક્રમા પૂર્ણ કરી પુણ્યનું ભાથું બાંધે છે, જ્યારે પરિક્રમાના રૂટ ઉપર આવેલ તમામ મંદિરો ખાતે અન્નક્ષેત્ર શરૂ કરાયા છે. જ્યારે મોટી સંખ્યામાં પરિક્રમાર્થીઓ બોરદેવી ખાતે પ્રસાદનો લાભ લે છે, ત્યારે લાખો લોકોએ છેલ્લા ૨૪ કલાકમાં ગિરનારની લીલી પરિક્રમા શરૂ કરીને પૂર્ણ કરી છે વહેલી સવારના ૪ કલાકે પરિક્રમાર્થીઓને પરિક્રમા કરવા જવા દેવા એન્ટ્રી આપવામાં આવે છે. ત્યારે રાત્રીના આઠ પહેલા આ પરિક્રમા પૂર્ણ કરવા વહીવટીતંત્રએ ગાઈડલાઈન બહાર પાડી છે. ત્યારે પરિક્રમાર્થીઓ વહીવટીતંત્રને સરકારની ગાઇડલાઇનની અમલવારી કરી રહ્યા છે અને રાત્રીના આઠ પહેલા પરિક્રમા પૂર્ણ કરે છે. આ વર્ષે પરિક્રમા માટે શ્રદ્ધાળુઓને છૂટ અપાતા વહીવટીતંત્ર અને સરકારનો આભાર વ્યક્ત કર્યો છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!