ખંભાળિયાના યુવા એડવોકેટ સંજય આંબલીયા દેવભૂમિ દ્વારકા જિલ્લાના યુથ કોંગ્રેસના પ્રમુખ તરીકે બિનહરીફ ચૂંટાયા

0

ખંભાળિયાના જાણીતા એડવોકેટ સંજય વી. આંબલીયા છેલ્લા ઘણા સમયથી જિલ્લામાં વિવિધ સામાજિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા છે. તેમણે નાની વયે યુથ કોંગ્રેસના તાલુકા પ્રમુખ તરીકે નોંધપાત્ર કામગીરી અદા કરી હતી. કોંગ્રેસ પક્ષમાં યુવા કોંગ્રેસે કોંગ્રેસની યુવા પાંખ છે. જેમાં ગત જુલાઈ-ઓગસ્ટ માસ દરમ્યાન યોજવાની થતી ચૂંટણીમાં ૧૮ થી ૩૫ વર્ષના યુવાઓ કોંગ્રેસના સભ્ય બની, જિલ્લાના ઉમેદવાર અને પ્રદેશના ઉમેદવારને મત આપે છે. ગુજરાત યુથ કોંગ્રેસમાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં યુવા એડવોકેટ સંજય વી. આંબલીયાએ ઉમેદવારી નોંધાવી હતી. ખંભાળિયા સહિત સમગ્ર જિલ્લામાં લોકો વચ્ચે રહેલા અને લોક પ્રશ્નોને તેમજ ખાસ કરીને વિદ્યાર્થી પ્રશ્નોને વાચા આપી, આ માટે લડત ચલાવતા સંજયભાઈ આંબલીયાની આ પ્રવૃત્તિ નોંધ પ્રદેશ કક્ષાએ લેવામાં આવી હતી અને જિલ્લા યુથ કોંગ્રેસ તરીકે તેમની વરણી બિનહરીફ રીતે થઈ હતી. આ માટે અહીંના ધારાસભ્ય વિક્રમભાઈ માડમ સાથે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ યાસીનભાઈ ગજજન, એભાભાઈ કરમુર વિગેરેના સાથ-સહકારથી તમામ આગેવાનો, કાર્યકરોએ સંજયભાઈની આ વરણીને આવકારી, શુભકામનાઓ પાઠવી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!