જૂનાગઢ – વિસાવદર, દેલવાડા મીટરગેજ ટ્રેન ગમે ત્યારે શરૂ થશે

0

કોરોના કાળનાં પ્રારંભની સાથે જ ટ્રેન વ્યવહાર બંધ થયો હતો, જૂનાગઢથી – વિસાવદર જતી મીટરગેજ ટ્રેન પણ બંધ હોય અને હવે જયારે કોરોનાનું સંક્રમણ ઘટી ગયું છે ત્યારે આ ટ્રેન વ્યવહાર પુર્નઃ સ્થાપિત કરવાની બુલંદ માંગણી સતત થઈ રહી છે. જૂનાગઢથી લઈ બિલખા- વિસાવદર, ઉના – દેલવાડા વગેરે વિસ્તારોમાંથી પણ મીટરગેજ ટ્રેન શરૂ કરવાની માંગણી ઉઠવા પામી છે. બીજી તરફ આ ટ્રેન વ્યવહાર તુરંતમાં જ શરૂ થાય તેવા નિર્દેશો મળે છે. પશ્ચિમ રેલ્વે ભાવનગર ડીવીઝન દ્વારા વિવિધ એન્જીનીયરીંગ કાર્ય માટે ટેન્ડર પ્રક્રિયા દ્વારા કામો આપવામાં આવેલ છે જેને લઈને ગમે ત્યારે આ કામગીરી પુર્ણ થતાં ટ્રેન વ્યવહાર પુર્નઃ સ્થાપિત થશે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!