જૂનાગઢમાં શનિવારે ગાયત્રી શકિતપીઠ ખાતે નેત્ર યજ્ઞ તથા સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પ

0

સત્યમ સેવા યુવક મંડળ તથા ગાયત્રી પરીવાર ચેરીટેબલ ટ્રસ્ટ ગાયત્રી શકિતપીઠ જૂનાગઢ દ્વારા નેત્ર યજ્ઞ તથા સર્વરોગ નિદાન તથા સારવાર કેમ્પનું તા. ર૭-૧૧-ર૦ર૧ શનિવારે સવારે ૮ થી ૧ર દરમ્યાન ગાયત્રી શકિતપીઠ ગિરનાર રોડ ખાતે આયોજન કરવામાં આવેલ છે. દાતાશ્રી સ્વ. પાર્વતીબેન કાનજીભાઈ ચૌહાણ તથા શ્રી મહેશભાઈ કાનજીભાઈ ચૌહાણ અને શ્રીમતિ આશાબેન મહેશભાઈ ચૌહાણનાં સહયોગથી આ કેમ્પ યોજાશે જેમાં શિવાનંદ મિશન વિરનગરનાં નિષ્ણાંત આંખનાં સર્જન દ્વારા આંખનાં દર્દીઓને તપાસીને સારવાર આપવામાં આવશે. આ કેમ્પનો લાભ લેવા અનુરોધ કરવામાં આવેલ છે. આ ઉપરાંત દંત યજ્ઞ, નેત્ર કેમ્પ તેમજ એકયુપ્રેસર કેમ્પ, હોમિયોપેથીક કેમ્પ સહિતનાં નિદાન અને સારવાર કેમ્પમાં જરૂીયાતમંદ લોકોને લાભ લેવા આયોજકો તરફથી અનુરોધ કરાયો છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!