એલઆરડી-પીએસઆઈ ભરતીમાં આવતીકાલથી કોલ લેટર ડાઉનલોડ થશે

0

પોલીસ વિભાગમાં એલઆરડી અને પીએસઆઈની ભરતીમાં અરજી કરનારા ઉમેદવારો ૨૬ નવેમ્બરથી ફિઝિકલ ટેસ્ટના કોલ લેટર ડાઉનલોડ કરી શકશે. પ્રાપ્ત વિગતો અનુસાર, ત્રીજી ડિસેમ્બરથી ફિઝિકલ ટેસ્ટ શરૂ થવાની છે. રાજ્યભરમાં ૧૫ કેન્દ્રો ઉપર ફિઝિકલ ટેસ્ટ લેવામાં આવશે. એક ગ્રાઉન્ડ ઉપર એક દિવસમાં ૧૨૦૦-૧૫૦૦ જેટલા ઉમેદવારોની પરીક્ષા લેવાય તેવી શક્યતા છે. સંયુક્ત રીતે જાેવા જઈએ તો આ ભરતીમાં ૯ લાખથી પણ વધારે ઉમેદવારોએ અરજી કરી છે. ૯ નવેમ્બરના રોજ અરજી સબમિટ કરવાનો છેલ્લો દિવસ હતો. ફિઝિકલ ટેસ્ટની વાત કરીએ તો, ભરતીની જાહેરાત અનુસાર એસટી ઉમેદવારો સિવાયના પુરુષ કેન્ડિડેટ્‌સની ઉંચાઈ ૧૬૫ સેન્ટીમીટર નિર્ધારિત કરવામાં આવી છે, જ્યારે છાતી (ફુલાવ્યા વિના) ૭૯ સે.મી. અને ૮૪ સે.મી. (ફુલાવેલી) હોવી જરૂરી છે. આ સિવાય ઉમેદવારોનું વજન ઓછામાં ઓછું ૫૦ કિલો હોવું જાેઈએ. જ્યારે મહિલા ઉમેદવારો માટે ઉંચાઈ એસટી કેટેગરીમાં ૧૫૦ સેમી અને તે સિવાયની તમામ કેટેગરી માટે ૧૫૫ સેમી તેમજ લઘુત્તમ વજન ૪૦ કિલો હોવું જાેઈએ. ફિઝિકલ ટેસ્ટમાં પરૂષ ઉમેદવારોએ પાંચ કિલોમીટરની દોડ ઓછામાં ઓછી ૨૫ મિનિટમાં પૂરી કરવાની રહેશે, જ્યારે મહિલાઓએ ૧૬૦૦ મીટરની દોડ વધુમાં વધુ સાડા નવ મિનિટમાં જ્યારે એક્સ સર્વિસમેને ૨૪૦૦ મીટરની દોડ ૧૨.૩૦ મિનિટમાં પૂરી કરવાની રહેશે. જે પુરૂષ ઉમેદવાર ૨૦ મિનિટ અથવા તેનાથી ઓછા સમયમાં દોડ પૂરી કરે તેને પૂરા ૨૫ માર્ક્‌સ મળશે. જ્યારે ૨૦ મિનિટ કરતા વધુ અને ૨૦.૩૦ મિનિટ અથવા તેનાથી ઓછા સમયમાં દોડ પૂરી કરનારને ૨૪ માર્ક્‌સ, ૨૦.૩૦ મિનિટથી વધુ અને ૨૧ મિનિટથી ઓછા સમય માટે ૨૩ માર્ક્‌સ, ૨૧ મિનિટથી વધુ, ૨૧.૩૦ મિનિટ કે તેનાથી ઓછા સમય માટે ૨૨ માર્ક્‌સ મળશે. જે ઉમેદવાર ૨૪ મિનિટથી વધુ અને ૨૫ મિનિટથી ઓછો સમય લેશે તેમને ૧૦ માર્ક્‌સ મળશે, જ્યારે ૨૫ મિનિટથી વધુ સમય લેનારાને નાપાસ જાહેર કરાશે. મહિલા કેટેગરીમાં જાેઈએ તો, ૭ મિનિટમાં દોડ પૂરી કરનાર ઉમેદવારને પૂરા ૨૫ માર્ક્‌સ, ૭થી વધુ અને ૭.૩૦થી ઓછા સમય માટે ૨૩, ૭.૩૦થી વધુ અને ૮ મિનિટથી ઓછા સમય માટે ૨૧, ૮ મિનિટથી વધુ અને ૮.૩૦ મિનિટ માટે ૧૮ માર્ક્‌સ, ૮.૩૦ મિનિટથી વધુ અને ૯ મિનિટથી ઓછો સમય હોય તો ૧૫ માર્ક્‌સ જ્યારે ૯ મિનિટથી વધુ અને ૯.૩૦ મિનિટથી ઓછા સમય માટે ૧૦ માર્ક્‌સ મળશે. તેનાથી વધુ સમય લેનારા ઉમેદવાર નાપાસ ગણાશે. જે ઉમેદવારો ફિઝિકલ ટેસ્ટમાં પાસ થશે તેમને લેખિત પરીક્ષા માટે બોલાવવામાં આવશે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!