ગુજરાતમાં સાંસદોને તેમનાં મત વિસ્તારનાં વિકાસ કાર્યો માટે રૂા.૧૦ કરોડની ગ્રાન્ટ ફાળવવાનો રાજય સરકારનો નિર્ણય

0

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનાં અધ્યક્ષસ્થાને મળેલી રાજય મંત્રીમંડળની બેઠકમાં સાંસદોને રૂા.૧૦ કરોડની ગ્રાન્ટ તેમનાં મત વિસ્તારનાં વિકાસ કાર્યો માટે ફાળવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જયારે રાજયમાં માર્ગ વિકાસ અને માર્ગ મરામત માટે રૂા.૧૪૯૪.ર૧ કરોડનાં કામોને મંજૂરી આપવામાં આવી હતી. રાજય સરકારનાં મહેસૂલ મંત્રી અને પ્રવકતા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું કે, રાજય મંત્રીમંડળની બેઠકમાં રાજયભરમાં માર્ગ વિકાસ અને માર્ગ મરામત માટે રૂા.૧૪૯૪.ર૧ કરોડનાં કામોને મંજૂરી આપી છે, જેમાં પંચાયત હસ્તકનાં રૂા.૪ર૬.૬૩ કરોડનાં જાેબ નંબર, કોઝ-વે માટે રૂા.૪૬૦.૬૦, પરા જાેડાણ માટે રૂા.૪૩૪.ર૪ કરોડનાં કામો તથા રાજય રસ્તા, વાઈડનિંગ, રિસરફેસિંગ માટે રૂા.૪૭ર.૭૪ કરોડનાં કામોને મંજૂરી આપવામાં આવી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રાજયમાં આવેલા પંચાયત અને રાજય રસ્તાઓ ઉપર કોઈપણ પ્રકારની તકલીફ હોય તો, રાજયનો કોઈપણ નાગરિક જે તે સ્થળેથી રસ્તાનો ફોટો પાડીને મંત્રી પૂર્ણેશ મોદી એપમાં અપલોડ કરી શકશે. જે જીપીએસ સીસ્ટમ હોય કોઈપણ નાગરિકે તેનાં કયા અધિકારી છે તેની શોધખોળ કરવાની રહેતી નથી અને સીધી જ સંબંધિત અધિકારીનાં લોગીંગમાં ફરિયાદ પહોંચી જશે જેનું સત્વરે નિરાકરણ લાવી શકશે. તેમણે જણાવ્યું કે, રાજયની માન્ય હોસ્પિટલ અને માન્ય રોગ માટે મુખ્યમંત્રી રાહત ફંડમાંથી સહાય મંજૂર કરવા આવક મર્યાદા જે વર્ષ ર૦૦૧માં રૂા.૧ લાખ હતી. તે વધારીને રૂા.૪ લાખ કરવાનો નીર્ણય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવ્યો છે. આ નિર્ણયથી રાજયનાં મહત્તમ લોકો મુખ્યમંત્રી રાહત ફંડમાંથી સહાયનો લાભ લઈ શકશે. ગુજરાતમાં જાહેર હેતુસરનાં કામો માટે કુલ ૧ર,૩૭,૪ર૧.૧૯ ચો.મી. જમીન ફાળવવાનો મહત્વનો નિર્ણય કરાયો છે, જેમાં બીએસએફ, ડીએફસીસીઆઈ, જીઈટીસીઓ, જીઆઈડીસી, પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ, આરોગ્ય, શિક્ષણ, સ્પોટ્‌ર્સ કોમ્પ્લેક્ષ, જીલ્લા કચેરી બાંધકામ તથા અન્ય જાહેર હેતુસરનાં પ્રોજેકટ માટે જમીન ફાળવવામાં આવશે. પ્રવકતા મંત્રી ત્રિવેદીએ જણાવ્યું કે, દક્ષિણ ગુજરાતનાં સાત જીલ્લાઓમાં વર્ષોથી ખાસ કરીને ચોખાનું ચલણ વધારે છે. ભારત સરકારનાં ધારાધોરણ મુજબ અગ્રતા ધરાવતા કુટુંબોને પ્રતિમાસ વ્યકિતદીઠ ૩.પ કિલો ઘઉં અને ૧.પ કિલો ચોખાનું વિતરણ કરવામાં આવે છે. દક્ષિણ ગુજરાતનાં નાગરિકોની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને ચોખા વધુ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. એટલે હવે ૩.પ કિલો ઘઉંની જગ્યાએ ૧.પ કિલો ચોખાનો વધારો કરીને કુલ ૩ કિલો ચોખા અને ર કિલો ઘઉં આપવાનો નિર્ણય કરાયો છે. અરવલ્લી જીલ્લાનાં માલપુર ગામે સરકારી ખરાબાની જમીનની વર્ષો જુની માંગણી અન્વયે લેવાયેલા નિર્ણય સંદર્ભે પ્રવકતા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું કે, વર્ષ ૧૯૯પથી આ ગામડાની ખરાબાની જગ્યામાં રહેતા અરજદાર વિધવા બહેન સ્નેહલતાબેન અરવિંદભાઈ પરમાર પછાત વર્ગનાં અને ગરીબ હોવાનું જણાતા સંપૂર્ણ સંવેદનશીલતા દાખવીને તેઓને ન્યાયનાં હિતમાં એકવડી કિંમત લઈ જમીન મંજૂર કરવા અનુમતિ આપવામાં આવી છે. પ્રવકતા મંત્રીએ ઉમેર્યું હતું કે, આગામી સમયમાં તા.૧૦થી ૧ર જાન્યુઆરી દરમ્યાન યોજાનાર ૧૦મી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ગુજરાતમાં રોકાણકારોને આકર્ષવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાનીમાં નામાંકિત ઉદ્યોગપતિઓનું એક ઉચ્ચકક્ષાનું ડેલિગેશન તા.૮ અને ૯ ડિસેમ્બરનાં રોજ દુબઈ જશે. આ ડેલિગેશન ઉર્જા, એન્જિનિયરિંગ, હોસ્પિટાલિટી, આરોગ્ય, લોજિસ્ટિકસ, ફાયનાન્સિયલ ટેકનોલોજીનું તથા સેવાક્ષેત્રમાં પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિઓ-કંપનીઓ સાથે વન ટુ વન વિચાર વિમર્શ કરશે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!