હાઈકોર્ટનાં આદેશને પગલે વિસાવદરથી તાલાલા વચ્ચેનો બ્રોડગેજ પ્રોજેકટ પડતો મુકાયો

0

થોડા સમય અગાઉ સિંહના અકાળે મૃત્યું અંગે જાહેરહીતની અરજી કરવામાં આવી હતી અને આ સંદર્ભે કોર્ટ દ્વારા પસાર થતી રેલવે લાઈનની વિગતો રજૂ કરવા માટે રેલવે મંત્રાલયને આદેશ આપવામાં આવ્યો હતો. બાદમાં હાઈકોર્ટનાં આદેશને પગલે જૂનાગઢ જિલ્લામાં વિસાવદરથી તાલાલા વચ્ચેનો બ્રોડગેજ પ્લાન પડતો મૂકવામાં આવ્યો છે. છેલ્લા ઘણા સમયથી આ રેલવે લાઇનનું કામ અટવાયેલું પડયું હતું અને છેવટે આ આખો પ્રોજેક્ટ જ પડતો મૂકવાનો ર્નિણય લેવામાં આવ્યો છે. અત્રે નોંધનીય છે કે, ગુજરાતના ગીર અભયારણ્યમાં વસવાટ કરતા સિંહોના અકાળે મૃત્યું મામલે જાહેરહિતની અરજી કરવામાં આવી હતી. જે અંગે હાઇકોર્ટમાં સુનાવણી થઈ હતી. જેમાં કોર્ટે જણાવ્યું હતું કે, ગીર અભયારણ્યમાંથી રાત્રીના સમયે ટ્રેન નહીં પસાર કરવાનો ર્નિણય લેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, થોડા સમય અગાઉ સિંહના અકાળે મૃત્યું અંગે જાહેરહિતની અરજી કરવામાં આવી હતી. અને આ સંદર્ભે કોર્ટ દ્વારા પસાર થતી રેલવે લાઈનની વિગતો રજૂ કરવા માટે રેલવે મંત્રાલયને આદેશ આપવામાં આવ્યો હતો. સાથે ગુજરાત હાઈકોર્ટે રેલવે લાઈનના કારણે વન્ય જીવ સૃષ્ટિ અને સિંહો ઉપર પડતી અસરો બાબતે પણ વિગતો રજૂ કરવા માટે પણ  હુકમ કર્યો હતો. સરકારે પહેલાથી જ અધિકારીઓને વન્ય વિસ્તારોમાંથી પસાર થતી ટ્રેનોની સ્પીડને ઓછી રાખવાનું કહ્યું હતું. જેથી વન્ય જીવોને ટ્રેન અકસ્માતથી બચાવી શકાય.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!