જૂનાગઢ : ગ્રામ પંચાયતની ચુંટણીમાં ઉમેદવારીપત્રકની ચકાસણી બાદ ગ્રામ્ય વિસ્તારમાં જામતો ચુંટણી જંગ

0

જૂનાગઢ સહીત રાજયભરમાં વિવિધ ગ્રામ પંચાયતોની આગામી તા. ૧૯ ડીસે. યોજાનારી ચુંટણી અંગેનો માહોલ પ્રવર્તી રહયો છે. અને ગ્રામ્ય સ્તરે ચુંટણીલક્ષી વાતાવરણ જાેવા મળી રહેલ છે. દરમ્યાન જૂનાગઢ જીલ્લામાં ૪૧૩ ગ્રામ પંચાયતની ચુંટણી થવાની છે. અને ફોર્મ ચકાસણીનાં દિવસે સરપંચ પદ માટેનાં ૭ અને સભ્ય પદ માટેનાં ૪૦ ફોર્મ રદ થયા છે. અને હાલની સ્થિતિએ સરપંચ પદ અને સભ્ય પદ માટેનાં ઉમેદવારો આ ચુંટણી જંગ લડી રહયા છે. જૂનાગઢ જીલ્લામાં ૪૧૩ ગ્રામ પંચાયતની ચુંટણી માટે કુલ ૭પ૯૧ ફોર્મ ભરાયા હતાં જેમાં સરપંચ પદ માટે ૧૪૦૧ અને સભ્યપદ માટે ૬૧૯૦ ફોર્મ ભરાયા હતાં. ૪૧૩ ગ્રામ પંચાયતમાંથી ૭૩ ગ્રામ પંચાયત ચુંટણી તંત્ર દ્વારા સમરસ જાહેર કરવામાં આવી છે. જેમાં માંગરોળમાં થલ્લી, મેણજ, હન્ટરપુર, મેંદરડા તાલુકામાં ઈટાળી, ખીજડીયા, દેવગઢ, ચાંદ્રાવાડી અને ઢઢાવાડા, કેશોદ તાલુકામાં બડોદર, પાણખાણ, માણાવદરમાં વાડાસડા, ભીતાણા, વડાળા, કતપર, ચુડવા, ખખાવી, દગડ, ચિખલોદરા, ભેંસાણ તાલુકામાં નાના મોટા ગુજરીયા, ઉમરાળી, સુખપુર અને ગળથ ગ્રામ પંચાયત સમરસ જાહેર થયેલ છે. માળીયા તાલુકામાં શાંતિપુરા, પાણકવા, ઘુંઘટી, કાણેક અને વિસાવદરમાં ૧૦ ગ્રામ પંચાયત સમરસ જાહેર થયેલ છે. વંથલીમાં ઘંટીયા, બંટીયા, રવની, સુંદરડા, સેલરા, ઉમટવાડા, નાના કાજલીયાળા ગ્રામ પંચાયત સમરસ જાહેર થયેલ છે. જયારે જૂનાગઢમાં કેરાળા, ખલીલપુર, મેવાસા, કમરી, સુખપુર, નવાગામ, રામેશ્વર, બાદલપુરા, સનાયા, તોરણીયા અને થુંબાળા ગ્રામ પંચાયત સમરસ થયેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!