વંથલી તાલુકાનાં સાંતલપુરધાર નજીક થયેલ લુંટનાં ગુનાનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી

0

જૂનાગઢ જીલ્લાનાં વંથલી તાલુકાનાં સાંતલપુરધાર પાસે આવેલ એક ખેતરમાં ત્રણ અજાણ્યા શખ્સોએ પ્રવેશ કરી અને લુંટનાં ગુનાને અંજામ આપ્યો હતો. કુલ રૂા. ૧.૧ર લાખનાં મુદામાલની લુંટનાં બનાવનાં પગલે ચકચાર જાગી ઉઠી હતી. દરમ્યાન વંથલી પોલીસ સ્ટેશનનાં બાહોશ અને કાર્યદક્ષ મહીલા પીએસઆઈ એ.પી. ડોડીયાનાં માર્ગદર્શન તેમજ જૂનાગઢ જીલ્લાનાં ઉચ્ચ પોલીસ અધિકારીઓનાં સીધા દોરવણી હેઠળ આ ગુનાનો ભેદ ઉકેલવામાં પોલીસે વિવિધ ટીમો બનાવી અને તપાસની કામગીરી હાથ ધરી આ લુંટ કેસનાં આરોપીઓને ગણતરીનાં કલાકોમાં જ ઝડપી લઈ અને મુદામાલ જપ્ત કરી આરોપીઓ વિરૂધ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ બનાવ અંગે મળતી વિગત અનુસાર વંથલીનાં સાંતલપુરધાર રોડ ઉપર આવેલ મહેન્દ્રબાગની નજીક રહેતા ફરીયાદી પોતાના ખેતરમાં આવેલ મકાને તા. પ-૧ર-ર૧નાં રોજ સુતા હતાં ત્યારે ત્રણ અજાણ્યા ઈસમોએ ફરીયાદીનાં મકાનનો દરોવાજાે તોડી ફરીયાદીને હાથમાં છરી મારી અને રોકડા રૂા. ૭ર હજાર તથા સોનાનો હાર (હાસડી-૧) આશરે એકથી દોઢ તોલાની કિંમત રૂા. ૪૦ હજાર મળી કુલ રૂા. ૧.૧ર લાખના મુદામાલની લૂંટ કરી ત્રણેય આરોપીઓ મોટર સાયકલ સાથે નાસી જઈ એકબીજાને મદદગારી કરી ગુનો કરેલ હોય જે બાબતે વંથલી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. દરમ્યાન જૂનાગઢ રેન્જનાં નાયબ પોલીસ મહાનિરીક્ષક મનીન્દર પ્રતાપસિંહ પવાર તેમજ જૂનાગઢ જીલ્લા પોલીસ અધિક્ષક રવીતેજા વાસમ શેટ્ટીની સુચના તેમજ નાયબ પોલીસ અધિક્ષક જે.બી. ગઢવીનાં સીધા માર્ગદર્શન હેઠળ વંથલી પોલીસ સ્ટેશનનાં પીએસઆઈ એ.પી. ડોડીયાએ પોલીસ સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી આ લૂંટનો અનડીટેકટ ગુનો વહેલામાં વહેલી તકે શોધી કાઢવા અને ગુનામાં સંડોવાયેલ તમામ ઈસમોને હસ્તગત કરવા અને લૂંટમાં ગયેલ મુદામાલ રીકવર કરવા માટે બનાવ સ્થળનાં આજુબાજુનાં સીસીટીવી ફુટેજ તથા ટેકનીકલ સેલ તથા ખાનગી બાતમીદારો દ્વારા અથાગ પ્રયત્ન હાથ ધરતા તેમજ ફરીયાદીનાં વિશેષ નિવેદનનાં આધારે તથા ચોકકસ બાતમીદારો દ્વારા તપાસ કરાવતા હકીકત મળેલ કે વંથલીમાં રહેતો શનીસીંગ રાજેસીંગ ટાંક તથા અફજલ ઈબ્રાહીમ અમરેલીયા તથા એભો વાણવીવાળાઓએ ઉપરોકત લુંટના ગુનાનો અંજામ આપેલ હોય તેવી બાતમીનાં આધારે અફજલ અમરેલીયાને પોલીસ સ્ટેશને લાવી પુછપરછ કરતાં જણાવેલ કે પોતે તથા વંથલીનો એભો વાણવી તથા શનીસીંગ રાજેસીંગ ટાંકવાળાઓ મળી એભા વાણવીના કહેવાથી વંથલી સાંતલપુરધાર પાસે આવેલ મહેન્દ્રબાગની બાજુમાં રહેતા નટવરભાઈ પોલીસવાળાને ત્યાં તા. પ-૧ર-ર૧ના રાત્રીનાં દોઢ વાગ્યાની આસપાસ એભા વાણવીની કાળા કલરની પલ્સર મોટર સાયકલ લઈ અને ફરીયાદીનાં મકાનનો દરવાજાે ખખડાવી દરવાજાે ન ખોલતા દરવાજાે તોડી મકાનની અંદર પ્રવેશ કરી આરોપી શનીસીંગે ફરીયાદીને હાથમાં છરી મારી અને આરોપી અફજલ તથા એભા વાણવીએ ઘરમાં પડેલ રોકડા રૂપિયા તથા સોનાનો હારની લુંટ કરી મોટર સાયકલમાં ત્રિપલ સવારીમાં બેસી વંથલી પરત આવી ગયેલ તેવું જણાવેલ હોય જેનાં આધારે આરોપી નરેન્દ્ર ઉર્ફે એભો વિજયભાઈ વાણવી વંથલીથી રાજકોટ પોતનાના લુંટમાં ઉપયોગમાં લીધેલ મોટર સાયકલમાં ગયેલ હોય જેથી તેનો પીછો કરી રાજકોટ હોસ્પીટલ ચોક ખાતેથી પકડી વંથલી લઈ આવી પુછપરછ કરતાં ઉપરોકત ત્રણેય ઈસમો સિવાય પોતાને ફરીયાદીની વાડીની બાજુમાં રહેતા મેહુલ કરશન વાણવીએ ફરીયાદીનાં ઘરમાં રૂપિયા આવેલ છે તેમજ સોનું પડેલ છે તેવું જણાવેલ હોય જેથી આ ગુનાના કામે મેહુલ કરશનભાઈ વાણવીની રેકી કરી સાંતલપુરધાર ખાતેથી પોલીસ સ્ટેશને લાવી પુછપરછ કરતાં ગુનાની કબુલાત આપેલ હોય અને આ કામે લુંટનાં ગુનામાં ગયેલ મુદામાલ ઓઝત નદીની વાલીવાળી ગારીમાં એક વાડીમાં સંતાડેલ હોય જે લુંટમાં ગયેલ રોકડા રૂપિયા ૭ર હજાર તથા સોનાનો સેટ-૧ કિંમત રૂા. ૪૦ હજાર મળી કુલ રૂા. ૧.૧ર લાખ પંચો રૂબરૂ પંચનામું કરી મુદામાલ રીકવર કરવામાં આવેલ છે. તેમજ આરોપી શનીસીંગ રાજેસીંગ ટાંકને જેતપુરથી પકડી પાડવામાં આવેલ છે. વંથલીનાં પીએસઆઈ એ.પી. ડોડીયા, બી.એન. પરમાર, પી.એસ. ઠાકર, ભરતસિંહ કે. સીસોદીયા, કીરીટભાળ કામળીયા, અરૂણભાઈ મહેતા, પ્રતાપસિંહ શેખવા, બાલુભાઈ બાલસ, ભરતભાઈ ડાંગર, જેતપુરનાં પો.કો. રાજુભાઈ શાબળા, અભયરાજસિંહ ડી. જાડેજા તેમજ વડોદરા જવાહરનગરનાં પોલીસ સ્ટાફે સાથે મળી કામગીરી બજાવી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!