ગર્ભસ્થ શિશુના જાતિ પરિક્ષણ અટકાવવા અને સમાજમાં પુરૂષ અને સ્ત્રીનું પ્રમાણ સમતોલ જળવાઈ રહે તે હેતુથી ભારત સરકાર પી.સી. એન્ડ પી.એન.ડી.ટી. એક્ટ અમલમાં મુકવામાં આવ્યો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આ અધિનિયમનું ક્ષતિરહિત પાલન થાય તે માટે સામાજિક કાર્યકર ડો. કાશ્મિરાબેન રાયઠઠ્ઠાના અધ્યક્ષસ્થાને જિલ્લા સલાહકાર સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં જિલ્લામાં નોંધાયેલ સોનોગ્રાફી સેન્ટરો રીન્યુઅલ રજીસ્ટ્રેશન, સોનોગ્રાફી મશીનોના રજીસ્ટ્રેશન તેમજ સોનોગ્રાફી સપ્લાય કરનાર ડીસ્ટ્રીબ્યુટર અને ડીલરોના રજીસ્ટ્રેશન માટે મળેલ અરજીઓ બાબતે ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત આરોગ્ય વિભાગના અધિકારીઓ દ્વારા સોનોગ્રાફી સેન્ટરોની સ્થળ તપાસણી અંગે રજૂ કરાયેલા અહેવાલો ધ્યાને લઈ, સોનોગ્રાફી સેન્ટર ખાતે એક્ટના અમલીકરણ તેમજ જિલ્લાના જાતિ પ્રમાણ દર બાબતે સમિક્ષા કરવામાં આવી હતી. ઉપરોક્ત કાયદા અન્વયે નોંધાયેલા સરકારી-બિનસરકારી ડોક્ટરોને પી.સી.એન્ડ પી.એન.ડી.ટી. એક્ટ હેઠળની જાેગવાઈઓ તથા નિયમોના ચૂસ્તપણે અમલીકરણ કરવા માટે સૂચન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં જિલ્લા એડવાઈઝરી સમિતિના સભ્યો, ડીસ્ટ્રીક્ટ એપ્રોપ્રિએટ ઓથોરીટી અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. રાજ સુતરીયા સાથે ખંભાળિયા, કલ્યાણપુર અને ભાણવડ તાલુકાના સબ ડિસ્ટ્રીક્ટ એપ્રોપ્રિએટ ઓથોરીટી અને તાલુકા હેલ્થ ઓફીસર પણ ઉપસ્થિત રહ્યા હતા.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews