તાલાલામાં લોહાણા સમાજના કાનાબાર પરિવારે લગ્ન અને યજ્ઞોપવિત પ્રસંગે થેલેસેમીયા બાળકો માટે બ્લડ ડોનેશન કેમ્પ યોજી રક્તદાન મહાદાનની પંક્તિઓને સાર્થક કરી પ્રસંગને દિપાવ્યો હતો. લોહાણા મહાજનવાડી તાલાલા(ગીર) ખાતે રૂગનાથભાઇ વાલજીભાઇ કાનાબારને ત્યાં લગ્ન તથા યજ્ઞોપવિતના પ્રસંગે બ્લડ ડોનેશન કેમ્પનું અનોખું આયોજન શ્રી લોહાણા મહાજન તાલાલા, રઘુવંશી યુવા સોશ્યલ ગ્રુપ, મારૂતિ હનુમાન ચાલીસા મંડળ તાલાલાની વિવિધ સેવાકીય સંસ્થાઓના નેજા હેઠળ કરવામાં આવ્યું હતું અને કાનાબાર પરિવારના વરરાજા આનંદ તથા યજ્ઞોપવિત ધારણ કરનાર આયુષ ભરતભાઇ તથા દેવાંગ નિતિનભાઇએ પણ રક્તદાન મહાદાન અભિયાન અંતર્ગત બ્લડ ડોનેશન કર્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત સગા સંબંધીઓએ મળીને કુલ ૪૦ યુનિટ બ્લડ ડોનેશન થયું હતું. બ્લડ કલેક્શન માટે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી-રાજકોટ તથા વેરાવળથી ગીર-સોમનાથ રેડક્રોસના ચેરમેન કિરીટ ઉનડકટ, પરાગ ઉનડકટ, ભગવાન સોનૈયા તથા અનિષ રાચ્છ ઉપસ્થિત રહ્યા હતા. બ્લડ ડોનેશનના કાર્યક્રમનાને સમાજમાં પ્રેરણાદાયક ગણાવી લોકોએ બિરદાવી રહ્યા હતા. આ કેમ્પના સંકલનમાં રેડક્રોસના સભ્ય અને તાલાલા મહાજન પ્રમુખ યોગેશભાઇ ઉનડકટનું મહત્વનું યોગદાન રહ્યું હતું અને તેઓએ કાનાબાર પરીવારની લગ્નમાં સેવાકીય સુવાસ પ્રસરાવવા બદલ બીરદાવ્યા હતા તેમ તાલાલાના રઘુવંશી આગેવાન નિતીનભાઈ છગે એક યાદીમાં જણાવ્યું હતું.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews