છેલ્લા બે દશકથી માંગરોળ નગર અને પંથક વિસ્તારમાં પર્યાવરણ જતન માટે સમર્પિત સંસ્થા સંજીવની નેચર ફાઉન્ડેશનનાં ટ્રસ્ટી ઉદ્ઘોષક રમેશભાઈ જાેશીની ષષ્ઠીપૂર્તિની ઉજવણી અતિ વિશેષરૂપે કરાઈ હતી. તેમાં વૃક્ષારોપણ અને પંખીનાં માળા વિતરણ જેવા કાર્યક્રમો યોજેલ હતા. તેઓનાં ૬૧માં જન્મદિવસે સંસ્થાનાં નરેશભાઈ ગોસ્વામી, નિલુભાઈ રાજપરા, વૈષ્ણવ બંધુઓ, પંકજભાઈ રાજપરા તથા અનીશભાઈ ગોૈદાણા દ્વારા રમેશભાઈ જાેશીની અનેકવિધ સેવાઓ બદલ શાલ, ઉપરણ તથા પંખીઓની પ્રતિકૃતિ અર્પણ કરીને સવિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. પાંચ વર્ષ પૂર્વે મામલતદાર કચેરી પરિસરમાં તેઓનાં હસ્તે રોપેલ ચંદનનો છોડ આજે સાડા સાત ફુટ જેટલો વિકાસ પામ્યો છે. આ વિસ્તારની કોઈપણ ધાર્મિક સાંસ્કૃતિક, સામાજીક કે શૈક્ષણિક સેવા પ્રવૃતીઓમાં સદૈવ સમર્પિત રમેશભાઈનું નગરજનોએ બિરદાવીને બહુમાન કરેલ છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews