ગીર સોમનાથ જીલ્લાના પ્રશ્નાવડા ગામે એક વાડીના ૩૫ ફૂટ ઉંડા ખુલ્લા કુવામાં ત્રણેક વર્ષની ઉંમરનો દિપડો અકસ્માતે ખાબકેલ હતો. જે અંગે વન વિભાગને જાણ થતા વિભાગની ખાસ ટીમએ બેએક કલાક સુધી હાથ ધરેલ રેસ્કયુ ઓપરેશનના અંતે સલામત રીતે દિપડાને બહાર કાઢી પાંજરે પુરવામાં સફળતા મેળવી હતી. બાદમાં કેદ થયેલ દિપડાને નજીકના એનીમેલ કેર સેન્ટર ખાતે મોકલવા તજવીજ હાથ ધરી હતી. ગીર જંગલની આસપાસ ગ્રામ્ય વિસ્તાારોમાં આંટાફેરા કરતા સિંહ, દિપડા સહિતના વન્યપ્રાણીઓ અનેકવાર માનવ વસ્તીવાળા વિસ્તારો સુધી પહોંચી જતા જાેવા મળે છે. જેમાં શિકારની શોધમાં અનેકવાર દિપડો ખેતર વિસ્તારમાં ફરતા ફરતા ખુલ્લા કુવામાં ખાબકયાના કિસ્સા પણ છાશવારે સામે આવે છે. દરમ્યાન આવી જ રીતે એક દિપડો ગીર સોમનાથ જીલ્લાના એક ગામના ખેતરના ખુલ્લા કુવામાં ખાબકેલ હતો. જે અંગે માહિતી આપતા આર.એફ.ઓ. એચ.ડી.ગળચરએ જણાવેલ કે, સુત્રાપાડા તાલુકાના પ્રશ્નાવડા ગામની સીમમાં સંદીપ પ્રતાપભાઇ જાદવના ખેતરના ખુલ્લા કુવામાં એક દિપડો ખાબકયો હતો ત્યારે ખેડૂત સંદીપભાઇ પોતાના ખેતરે ગયેલ તે સમયે તેમના કુવામાં દિપડો હોવાનું જાણવા મળતા તુરંત જ વન વિભાગને જાણ કરી હતી. જેના પગલે વન વિભાગની ખાસ રેસ્કયુ ટીમ સ્થળ ઉપર સ્ટાફ સાથે દોડી જઇ દિપડાને બહાર કાઢવા તપાસ હાથ ધરી હતી. ખેતરના ૩૫ ફૂટ ઉંડામાંથી દિપડાને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે રેસ્કયુ ઓપરેશન કરવાનું નકકી કરી કામગીરી શરૂ કરી હતી. જેમાં સ્ટાફ દ્વારા ઉંડા કુવામાં દોરીના બે થી ત્રણ ગાળીયા બનાવી અંદર નાંખી દિપડાને તે પહેરાવી બહાર કાઢવા જહેમત કરી હતી. બેથી અઢી કલાક સુધી ચાલેલ રેસ્કયુ ઓપરેશન દરમ્યાન બેથી ત્રણ વખત દિપડો ગાળીયામાંથી છટકી જઇ કુવામાં અંદરની સાઇડ દિવાલમાં બખોલમાં ઘુસી જતો હતો. અંતે ગાળીયામાં આવી જતા દિપડાને દોરડા વડે ખેંચી સલામત રીતે બહાર કાઢી કુવાના કાંઠે રાખેલ પાંજરામાં કેદ કરેલ હતો. બાદમાં દિપડાને અમરાપુર એનીમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવેલ હતો. કેદ થયેલ દિપડો માદા અને એકથી ત્રણ વર્ષની ઉંમરનો છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews