રવિવારે આકાશમાં ચંદ્ર, ગુરૂ, શુક્ર, શનિ, યુરેનશનો અદ્દભુત નજારો

0

પૃથ્વીવાસીઓને સમયાંતરે આકાશમાં બનતી ખગોળીય ઘટના જાેવા મળે છે. આકાશમાં ગ્રહણો, ગ્રહોની યુતિ, સંક્રમણ, સૂર્યાસ્ત બાદ બનતી ઘટનાઓ જાેવા માટે ભારત જ વિજ્ઞાન જાથાની કચેરી લોકોને અભિભૂત કરે છે. ટેલીસ્કોપ, સારા દૂરબીન, વિજ્ઞાન ઉપકરણથી ખગોળ વિષયક માહિતી આપવામાં આવે છે. રવિવાર તા.૧રમી ડિસેમ્બરે સૂર્યાસ્ત બાદ આકાશમાં ગ્રહોનો મેળાવડો જાેવા મળવાનો છે. રાજયના લોકોને અવકાશી ઘટના નિહાળવા જાથાએ અપીલ કરી છે. જાથાના રાજય ચેરમેન, એડવોકેટ જયંત પંડયા જણાવે છે કે, રવિવારે સૂર્યાસ્ત પછી તુરંત આકાશમાં મંગળ ગ્રહ સિવાયના ગ્રહોનો મેળાવડો, શંભુમેળો અદ્દભુત, અલૌકિક જાેવા મળવાનો છે. અમુક ગ્રહો ટેલીસ્કોપ, વિજ્ઞાન ઉપકરણથી અદ્દભુત જાેઈ શકાશે. સૂર્યાસ્ત પછી ગ્રહોનો અસ્ત શુક્ર ગ્રહ રાત્રિના ૮:૩૯ મિનિટ, ગુરૂ ગ્રહ રાત્રિ ૧૧ કલાક સુધી, શનિ ગ્રહ રાત્રિના ૯:૪પ સુધી, યુરેનશ મધ્ય આકાશમાં રાત્રિના ૯:પ૮થી સવારના ૪:ર૮ મિનિટ સુધી, નેપચ્યુન સાંજે ૬:૪૯ થી અસ્ત રાત્રિના ૧રઃ૪૭ મિનિટ, પ્લુટો રાત્રિના ૮:૩૮ મિનિટ સુધી જાેવા મળશે. ચંદ્ર રાત્રિના ૧:ર૧ મિનિટ સુધી જાેવા મળશે. રવિવાર નરી આંખે શુક્ર, ગુરૂ, શનિ, ચંદ્ર જયારે ટેલીસ્કોપથી યુરેનશ, નેપચ્યુન, પ્લુટો, એસ્ટોરોઈડ ડ્રોપ, પ્લેનેટ, વેસ્ટા, સેવન ઈરીફ, ટવેન્ટી મેસાલીયા, થ્રી જુનો, ફોરટીન ઈરીમી અન્ય એસ્ટોરોઈડ જાેવા મળશે. વધુમાં જયંત પંડયા જણાવે છે કે, રાજયમાં ચાર-પાંચ મિનિટના તફાવતમાં ગ્રહોનો અસ્ત જાેવા મળશે. જયારે અમદાવાદના નાગરિકો-જનસમાજ સૂર્યાસ્તથી શરૂ થઈને રાત્રિના અસ્ત શુક્ર ગ્રહ ૮-ર૭ મિનિટ, ગુરૂ ગ્રહ ૧૦-પ૧ મિનિટ, શનિ ગ્રહ ૯-૩૪ મિનિટ, ચંદ્ર રાત્રિના ૧ કલાક ૧ર મિનિટ, યુરેનશ ૯ કલાક પ૦ મિનિટ અસ્ત, પ્લુટો ૮ કલાક ર૭ મિનિટ, નેપચ્યુન ૬-૪૦ ઉદય થઈને ૧ર કલાક ૩૮ મિનિટ અસ્ત, અમદાવાદમાં મંગળ ગ્રહ સાંજે ૪ કલાક ૩૦ મિનિટે અસ્ત થઈ જશે તેથી જાેવા નહિ મળે. અમદાવાદના લોકો બુધ ગ્રહ સાંજે ૬ કલાક રર મિનિટ સુધી જાેઈ શકશે. ગ્રહો અને એસ્ટોરોઈડ નરી આંખે, ટેલીસ્કોપ, ઉપકરણોથી અદ્દભુત નજારો જાેઈ શકવાના છે. વિશેષમાં પંડયા જણાવે છે કે, જાથા શનિ-રવિવાર અમદાવાદ-વડોદરા જનજાગૃતિના કાર્યક્રમો આપવાના છે તેમાં ખગોળીય ઘટનાની માહિતી આપશે. ટેલીસ્કોપથી યુરેનશ, નેપચ્યુન, એસ્ટોરોઈડ સ્થુળ ગ્રહોની માહિતી, અવકાશી ઘટનાની વિગતે ચર્ચા કરશે. ગુરૂ ગ્રહને ૩૯ આસપાસ ઉપગ્રહો છે. બધા ગ્રહોમાં ગુરૂ વિરાટ છે. લાખો વર્ષ પછી ગુરૂ ગ્રહ તારાનું રૂપ ધારણ કરશે તેવો વૈજ્ઞાનિકોનો મત છે. શુક્ર અને પૃથ્વી ગ્રહના કદમાં નજીવો તફાવત છે. આકાશમાં  ધોળે દિવસે પણ શુક્ર તેની તેજસ્વીતાના કારણે દેખાય છે. શનિગ્રહને ૩૦ ઉપગ્રહો છે. સૂર્યમાળામાં એ શનિ આકર્ષક ગ્રહ છે. શનિને સૂર્યની પ્રદક્ષિણા કરતાં ૩૦ વર્ષ લાગે છે. શનિના વલયો જાેવા આનંદનો અવસર છે. અંતમાં રવિવારે સૂર્યાસ્ત પછી અવકાશી ઘટના નિહાળવા વિજ્ઞાન જાથાએ લોકોને અપીલ કરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!