જૂનાગઢ મનપાની હદમાં જયશ્રી ટોકીઝ રોડના રેલ્વે ફાટકથી જલારામ સોસાયટી, લક્ષ્મીનગર, ગોકુલનગર, આલ્ફા સ્કુલ-૧ અને ર સુધીના રસ્તાઓનું રીપેરીંગ કરવા તથા અન્ય સુવિધાઓ શરૂ કરાવવા આ વિસ્તારના રહીશોએ મનપાના કમિશ્નરને એક પત્ર પાઠવીને રજુઆત કરી છે. આ સોસાયટી વિસ્તારમાં રસ્તાઓ સાવ તુટી ગયા છે, પુલ ઉપરનો સિમેન્ટ પણ તુટી ગયો છે, આ ઉપરાંત આ વિસ્તારમાં સફાઈ થતી નથી અને સફાઈ કામદારો દેખાતા નથી અને આવે છે ત્યારે કચરાનો ઢગલો કરીને ખુણામાં રાખી દે છે. આ ઉપરાંત રખડતા ઢોર અને કુતરાની સમસ્યા પણ જાેવા મળી રહેલ છે. જે અંગે પણ યોગ્ય થવા વિનંતી છે. જાગનાથ મંદિર આગળ સવાર-સાંજ રેઢીયાળ ઢોરો અડીંગો જમાવતા હોય, અકસ્માતના બનાવો બનતા રહે છે. આ ઉપરાંત આ વિસ્તારમાં કચરાનાં ઢગલાઓ અવાર-નવાર જુદી જુદી જગ્યાએ કરવામાં આવે છે અને તુલજા ભવાની હોસ્પીટલ પાસે કચરો ભેગો કરવામાં આવે છે અને નિયમીત રીતે આ કચરો ઉપાડવામાં ન આવતો હોવાથી ગંદકીનું સામ્રાજય ફેલાતું હોય, રોગચાળો વકરવાની પણ સંભાવના છે. આ બાબતે યોગ્ય કરવા રહીશોએ કમિશ્નરને પત્ર પાઠવીને રજુઆત કરી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews