વંથલી તાલુકાનાં આખા ગામે કેફી પીણું પાઈ બેભાન બનાવી દાગીનાની ઉઠાંતરી : ત્રણ સામે ફરીયાદ

0

વંથલી તાલુકાનાં આખા ગામે સ્વામી મંદિરની બાજુમાં રહેતા જેન્તીભાઈ મગનભાઈ દવે (ઉ.વ.૬પ)એ દક્ષાબેન રહે. વલસાડ, દક્ષાની બહેન, સ્વીફટ કાર નં. જીજે-૦૧-આરએલ – ૬૦ર૦ વાળો અજાણ્યા શખ્સ વિરૂધ્ધ પોલીસમાં નોંધાવેલી ફરીયાદમાં જણાવેલ છે કે, ફરીયાદીએ છાપામાં આવેલ લગ્ન વિષયક જાહેરાતમાં જણાવેલ મોબાઈલ નંબરમાં ફોન કરતા તેઓએ કોન્ટેકટ નંબર આપેલ તે નંબર ઉપર આ કામનાં આરોપી નં.૧ને ફોન કરી લગ્નની વાત કરતા દક્ષાબેન તથા દક્ષાબેનની બહેન ફરીયાદીનાં ઘરે જાેવા આવ્યા હતા.  આ દરમ્યાન દક્ષાબેનની બહેને ચા બનાવી કોઈ કેફી પીણું નાખી ફરીયાદીને ચા પીવડાવતા ફરીયાદી બેભાન થઈ જતાં ફરીયાદી જેન્તીભાઈ મગનભાઈનાં ઘરમાંથી સોનાના પાટલા બે તોલા, એક જાેડી સાંકળા, કાનનાં સોનાનાં દાણા, સોનાની નથળી, સોનાની વીંટી, ચાંદીનો દોરો, ત્રાંબા – પીત્તળનાં વાસણો તેમજ રોકડ રકમ રૂા. ર૦ હજાર મળી કુલ રૂા. ૭૮,૦૦૦નો મુદામાલ ચોરી કરી જઈ અજાણ્યા શખ્સની સ્વીફટ કારમાં આરોપીઓ નાસી ગયા હતા જે અંગેની ફરીયાદ પોલીસમાં નોંધાવવામાં આવતા વંથલી પોલીસે કલમ ૩ર૮, ૩૮૦ અને ૧૧૪ મુજબ ગુનો દાખલ કરી વધુ તપાસ વંથલીનાં પીએસઆઈ એ.પી. ડોડીયા ચલાવી રહયા છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!