જૂનાગઢના જાેષીપરામાં આખલાએ મહિલાને હડફેટે લેતા ઈજાગ્રસ્ત

0

જૂનાગઢ શહેરમાં મોટાભાગનાં દરેક વિસ્તારોમાં રખડતા ઢોર તેમજ આખલાઓનાં ત્રાસનાં કારણે લોકો પોકારી ઉઠયા છે. આ ઉપરાંત કેટલાક વિસ્તારોમાં આખલાનો આતંક પણ ભય જન્માવે છે અને કેટલાકને ઈજાગ્રસ્ત બનાવે છે. આ દરમ્યાન જાેષીપરા વિસ્તારમાં એક રાહદારી મહિલાને આખલાએ હડફેટે લેતા ઈજા પહોંચી હતી. સર્વોદય સોસાયટી પાસેથી પસાર થતી વખતે મહિલા ઉપર આખલાએ હુમલો કરતા તેને હડફેટે લીધી હતી. આવા બનાવો છાશવારે બની રહયા છે તો બીજી તરફ જૂનાગઢ મહાનગરપાલિકાનું નિંભર તંત્ર મોટી દુર્ઘટનાની રાહ જાેઈ રહયું હોય તેમ લાગી રહયું છે. કારણ કે આ શહેરમાં છેલ્લા કેટલાય સમય થયા રખડતા ઢોર, કુતરાઓ, આખલાઓ વગેરેનાં ત્રાસ અંગે અનેકવાર રજુઆતો થઈ છે. કોર્પોરેશન તંત્ર ખાતે પણ લોકોએ રજુઆતો કરી છે પરંતુ આજદિન સુધી કોઈ કાર્યવાહી થઈ નથી તેવી ફરીયાદ આમજનતામાંથી ઉઠવા પામી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!