ર૦ વર્ષનાં લગ્ન જીવન બાદ કપલને ત્યાં જૂનાગઢમાં ટેસ્ટ ટયુબ બેબીની સારવાર દ્વારા પુત્રીનો જન્મ

0

સમાજની વ્યવસ્થામાં પરીવારમાં નાના બાળકો ખીલખીલાટ કરતાં હોય તેવી આશા-અપેક્ષા અને તમન્ના દરેક પરીવારને હોય છે. સંતાનનું અવતરણ એ ઈશ્વરની કૃપા માનવામાં આવે છે. આજે ઈશ્વરની કૃપાની સાથે સાથે મેડીકલ સાયન્સનો પણ સહયોગ પ્રાપ્ત થાય તો આ સ્વપ્નું સાકાર થઈ શકે તેમ છે. આવું જૂનાગઢનાં આંગણે બનવા પામ્યું છે જેમાં ર૦ વર્ષનાં લગ્નજીવન બાદ એક દંપતિને ટેસ્ટ ટયુબ બેબીની સારવાર આપી અને તેમને ઘરે સંતાનનું અવતરણ કરાવવામાં જૂનાગઢનાં નામાંકીત ડોકટર સફળ રહયા છે. જૂનાગઢનાં રહીશ સંજયભાઈ મકવાણા અને સંગીતાબેન સંજયભાઈ મકવાણા ર૦ વર્ષોથી ખોળાનાં ખુંદનારની રાહ જાેઈને બેઠા હતાં. જૂનાગઢમાં બધી જગ્યાએ સારવાર કરાવી થાકીને છેક અમદાવાદ સુધીનાં ડોકટર્સનો સંપર્ક કર્યો હતો. અંતે ચારેય બાજુથી હતાશ થઈ ગયેલા આ દંપતિએ સારવાર જ મુકી દીધી અને પોતાનાં ખરાબ નસીબને સ્વીકારી લીધું હતું. ત્યારે સંજયભાઈ મકવાણાને માહિતી મળી હતી કે જૂનાગઢ શુભમ હોસ્પીટલમાં અતિ આધુનિક પધ્ધતિ દ્વારા બાળક માટે સારવાર કરવામાં આવે છે. આ દંપતિ શુભમ હોસ્પીટલમાં જઈ  ડો. ભાવેશ ટાંકને મળ્યા હતાં. ડોકટરે બંનેને સારવાર વિષે સમજાવી આધુનિક એવી ટેસ્ટ ટયુબ બેબી એટલે કે આઈવીએફની સારવારની સલાહ આપી. આ કપલને ભગવાનની દયાથી પ્રથમ પ્રયત્ને જ બેબીનો જન્મ થયો.  અને અન્ય આવા દર્દીઓને સંદેશ આપતા આ દંપતિ આઈવીએફની સારવાર લેવા જણાવે છે. અને ભવિષ્યમાં આ પ્રકારનાં દર્દીઓની એક સંસ્થા સ્થાપી સહાય કરવા ઈચ્છે છે. શુભમ હોસ્પીટલ તરફથી  ડો. ભાવેશ ટાંક જણાવે છે કે હવે ટેસ્ટ ટયુબ બેબીની સારવાર કોઈ ખર્ચાળ સારવાર નથી રહી. કોઈને પણ પરવડે તેવા ખર્ચમાં આ સારવાર શકય છે. અને પહેલા જે રીતે આ સારવાર લેતા દર્દી સારવાર અને આરામથી ડરતા હતા એવું હવે કશું જ રહયું નથી.  અમારી પાસે છેક અમદાવાદ અને રાજકોટ જેવા સીટી મુકીને લોકો જૂનાગઢ જેવા શહેરમાં સારવાર લેવા આવે છે. કેમકે અમારી સારવાર અતિઆધુનિક ઢબની છે. તેમજ અમારી લેબ ઈન્ટરનેશનલ સ્ટાન્ડર્ડને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે. અમારા એમ્બરીયોજીસ્ટ અર્પિતભાઈ પ્રજાપતીને એમનાં વિષયનાં અનેક એવોર્ડ મળેલા છે. તેમજ તેમણે અનેક દેશોમાં પોતાની સેવાઓ આપેલી છે. ધીરજ અને સારવાર દ્વારા કોઈપણ દંપતિ બાળક મેળવી શકે છે. છેલ્લા એક જ વર્ષમાં જ અમારી સારવારથી પ૦૦થી ઉપર દંપતિઓનાં ઘરે પારણા બંધાયા છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!