જૂનાગઢ શહેરના નીચલા દાતાર વિસ્તારમાં એક મોટો અજગર દેખાતા લોકોમાં ભયનો માહોલ પેદા થયો હતો. વનવિભાગને માહિતી મળતા વનવિભાગની રેસ્કયુ ટીમ અજગરનું રેસ્ક્યૂ કરવા દોડી આવી હતી. જ્યારે નીચલા દાતાર વિસ્તાર પાસે આવેલા જાવેદભાઈ દલના ઘર પાસે ૬ ફૂટ લાંબો અજગર સાંજના સાડા પાંચ વાગ્યાના અરસામાં દેખાયો હતો. જ્યારે વન વિભાગની ટીમ દ્વારા ૬ ફૂટ લાંબા અજગરને રેસ્કયુ કરી ફરી જંગલમાં મુક્ત કર્યો હતો.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews