વ્યક્તિલક્ષી રજુઆત, પ્રશ્નોનું ઘર આંગણે નિરાકરણ થાય એ માટે સેવાસેતુ કાર્યક્રમનું આયોજન સરકારશ્રી દ્વારા કરવામાં આવે છે. હાલમાં સેવાસેતું કાર્યક્રમમાં જૂનાગઢ વહીવટી તંત્રની સંવેદનશીલતા અને સુશાશન દર્શાવતું ઉદાહરણ જાેવા મળ્યું હતું. જૂનાગઢ તાલુકાના મજેવડીમાં સેવાસેતુ કાર્યક્રમ દરમ્યાન બીમાર લાભાર્થી હાર્દિકભાઈ પોંકિયા હાલ ઘરે સારવાર હેઠળ હોય તેના આધાર કાર્ડ સુધારાની કામગીરી કર્મચારીઓએ ઘરે જઇ કરી હતી. આમ, જૂનાગઢ વહીવટીતંત્રના સુશાસન અને છેવાડાના માનવી પ્રત્યેની સંવેદનશીલતાના અભિગમની પ્રતિતિ જૂનાગઢવાસીઓને થઇ રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, જિલ્લા કલેકટર રચિત રાજના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટીતંત્ર સતત છેવાડાના માનવી સધી સરકારશ્રીની યોજનાઓ પહોંચાડવા સતત કાર્યરત છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews