ખેડૂતોની વેદના સાંભળી સુપ્રીમ કોર્ટે અંબુજા કંપની સહિત સરકારી વિભાગોને ફટકારી નોટીસ

0

અંબુજા સિમેન્ટ કંપનીને કૃષિલક્ષિ કુલ ૫૯૧ હેક્ટર જમીનમાં લાઈમ સ્ટોન ખનીજનું માઈનીંગ કરવાની પરવાનગી કેન્દ્રનાં પર્યાવરણ જળ વાયુ હવામાન ફેરફાર મંત્રાલય દ્વારા  વર્ષઃ૨૦૧૬માં આપવામાં આવેલ જે મંજુરી સામે લોઢવા ગામના ખેડૂતો એકજુઠ થઈ કિસાન સંઘર્ષ સમિતિ નામની બિનસરકારી સંસ્થા સ્થાયી અંબુજા કંપની સામે ન્યાયિક લડત લડવાનું નક્કી કરી એન.જી.ટી કોર્ટમાં અપીલ દાખલ કરવામાં આવેલ જેમના જાન્યુઆરી ૨૦૧૯ના અંતિમ ચુકાદામાં ખેડૂતો, વન્યજીવ, નદી-નાળા, પાણી, ખેતી, સમુદ્ર તેમજ ઘણી મહત્વપૂર્ણ બાબતો ઉપર થનાર વિપરીત અસરોને ધ્યાનમાં રાખ્યા વગર ચુકાદો આપતા આ ચુકાદા સામે કિસાન સંઘર્ષ સમિતિએ સર્વોચ્ચ ન્યાયાલય સુપ્રીમ કોર્ટમાં વર્ષ ૨૦૧૯ અપીલ દાખલ કરવામાં આવેલ જેની સુનાવણી તારીખ ૧૦ ડીસેમ્બરના રોજ જસ્ટીશ ઇન્દિરા બેનર્જી તથા જસ્ટીશ જે.કે મહેશ્વરીની  સંયુક્ત બેંચ સમક્ષ થયેલ જેમાં સંસ્થા વતી ઉઠાવેલા મુદાઓમાં મુખ્યત્વ ક્લસ્ટર માઈનીંગની બાબત કંપની દ્વારા તૈયાર કરવામાં આવેલ અહેવાલમાં બતાવવામાં આવેલ ન હોય તેથી સમગ્ર અસરગ્રસ્ત વિસ્તારમાં ક્લસ્ટર માઈનીંગથી થનાર અસરો તેમજ મંજુર થયેલ લીઝ વિસ્તાર અને તેના દશ કીમી ત્રિજીયામાં વસવાટ કરતા વન્યજીવો ઉપર પડનાર અસરોની દલીલો થયેલ જે દલીલોને અંતે અંબુજા સિમેન્ટ કંપની સહિત તમામ સરકારી વિભાગોને નોટીસ પાઠવી સવિસ્તાર સુનાવણી કરવાનો હુકમ કરવામાં આવેલ, સર્વોચ્ચ અદાલતના હુકમથી સમગ્ર લોઢવા ગામના ખેડૂતોમાં ખુશીનો માહોલ પ્રસરી ગયેલ અને ખેડૂતો તથા ગામના નાગરીકોએ ફટકાડા ફોડી આતશબાજી કરી મીઠાઈ વહેચી ચુકાદાને વધાવવામાં આવેલ. કિસાન સંઘર્ષ સમિતિ વતી વકીલ નીતિન લોનકર દ્વારા ખેડૂતો-ખેતી અને વન્યજીવ તેમજ અન્ય પ્રશ્નો બાબતે ન્યાય આપવા પક્ષ રાખવામાં આવેલ. આ કેસ બાબતે આગામી સુનાવણી જાન્યુઆરી ૨૦૨૨માં યોજાશે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!