વિશ્વ પ્રસિધ્ધ સોમનાથ મહાદેવ તીર્થના પવિત્ર ત્રિવેણી સંગમ નદીમાં વિદેશી યાયાવર, સીંગલ રૂપકડા, કલબલીયા પક્ષીઓનો જમાવડો જામ્યો છે. સુરજકુંડ પાસે રહેતા બ્રિજેશ ગોસ્વામી કે જેમનું આખુંય અંગ અપંગગ્રસ્ત છે. માત્ર પેટ અને માથું દેખાય છે તેઓએ અંગ ગુમાવ્યા છે પણ હામ નહીં. પુરૂષાર્થથી આત્મનિર્ભર, સ્વમાની બનવા તેઓ પણ દિવસભર મહેનત કરીને પક્ષીઓ માટે ચણ અને માછલીઓ માટે પીંડ બનાવી વેંચી રોજીરોટી મેળવે છે. સોમનાથ આવતા યાત્રિક-પ્રવાસીઓને આ પક્ષીઓનું એટલું જબ્બર આકર્ષણ છે કે, લોકો નદીમાં કુદતા, ઉછળતા, સરકતા અને ચકરાવો લેતા પક્ષીઓને દાણા આપીને બોલાવે છે અને મોબાઈલના કેમેરાની કીકીઓમાં વિવિધ દ્રશ્યો કલીક કરી ભરપુર આનંદ મેળવે છે. આ પક્ષીઓના ગુંજરવનાં મધુર કલબલ સંગીતને મનભરીને માણે છે. કિનારા ઉપર એક સાથે પક્ષીઓનો સમુહ, ઝુંડ ઘુમતો રહે છે અને પક્ષીઓના સમુહની નયનરમ્ય રંગોળી પ્રવાસીઓ માણે છે. આ વિદેશી પક્ષીઓને કોઈ પાસપોર્ટ કે વિઝા લેવા પડતા નથી. ગુગલ કે હોકાયંત્ર વગર દર વર્ષે અહીં પહોંચી જાય છે. એટલે જ કહેવું પડે કે ‘પંછી નદીયા, પવન કે ઝોકે, કોઈ સરહદ ના ઈન્હે રોકે..!
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews