વેરાવળની કોલેજમાં થેલેસેમીયા માર્ગદર્શન સ્ક્રીનીંગ કેમ્પ યોજાયો : ૧૬૧ વિદ્યાર્થીઓએ રીપોર્ટ કરાવ્યો

0

વેરાવળમાં આવેલ સરકારી સાયન્સ કોલેજમાં થેલેસેમીયા કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતુ. જેમાં ૧૬૧ જેટલા વિદ્યાર્થીઓના બ્લડ સેમ્પલ લેવામાં આવેલ હતા. વેરાવળની સરકારી સાયન્સ કોલેજમાં થેલેસેમીયા માર્ગદર્શન અને સ્ક્રિનીંગ કેમ્પ યોજાયેલ જેમાં ૧૬૧ બ્લડ સેમ્પલ લેવાયા હતા. આ કેમ્પમાં ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ગીર સોમનાથ જીલ્લાના ચેરમેન કિરીટભાઇ ઉનડકટ, ગીરીશ ઠક્કર, ગીરીશ વોરા, અનિષ રાચ્છ, ભાવેશ મહેતા, મહેન્દ્ર પારેખ તેમજ ઇન્ડીયન રેયોન જન સેવા ટ્રસ્ટના અધિકારી યશપાલ હરીહર, વિજય વાછાણી, ગીરધર તાળા, કાનજીભાઇ મોરી, ચિરાગભાઇ સોલંકી સહીતના જાેડાયા હતા. જન સેવા ટ્રસ્ટ દ્વારા આ કેમ્પને આર્થિક સહયોગ આપવામાં આવેલ હતો. જયારે સરકારી સાયન્સ કોલેજના પ્રિન્સીપાલ ડો. સ્મિતાબેન છગની સુચનાથી સ્ટાફ સભ્યો ડો. મનિષભાઇ નાગ્રેચા, ડો.પીયુ કોરીયા, પી.જ.જાડેજા સહીતનાએ વ્યવસ્થા સંભાળી હતી. આ કેમ્પમાં ટેકનીકલ સહાય માટે રાજકોટ રેડક્રોસ વતી અમિત શ્રીવાસ્તવ અને મયુર રાઠોડ હાજર રહેલ હોવાનું રેડક્રોસના સેક્રેટરી સેવારામ મુલચંદાણીએ એક યાદીમાં જણાવેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!