લોકોને જન્મથી જ મળેલી વિશેષ કુદરતી બક્ષીસ જીવનમાં અતિ મહત્વની પુરવાર થાય છે. ઉજજવળ ભવિષ્યના નિર્માણમાં કુદરતી મળેલી પ્રતિભાને ઉજાગર કરી લોકો તેમના જીવનમાં આગળ આવી તેમના ક્ષેત્રમાં નામના મેળવે છે. કલાકારોને કુદરતી મળેલી બક્ષીસથી તેઓને સમાજમાં તેમના ક્ષેત્રમાં ખુબ સફળતા મળી છે. તેના અનેક પ્રેરણાદાયી ઉદાહરણો સૌરાષ્ટ્રમાં છે. ઘણા ચિત્રકારો ફોટા કે સામે બેઠેલ વ્યકિતના ચિત્રો તેમના હાથે કુદરતી કળાથી બનાવી આપતા હોય છે. ત્યારે વેરાવળના ભીડીયામાં રહેતા અને સેન્ટમેરી હાઈસ્કુલમાં અભ્યાસ કરતા ધો.૧૨ના વિધાર્થી શૈલેષ હરીરામ ગોહેલ કાગળ ઉપર ખુબ સારા ચિત્રો કંડારે છે. શૈલેષ ગોહેલે તાજેતરમાં દીવમાં રામસેતુ ફિલ્મના શુટીંગ દરમ્યાન તા.૫ ડિસેમ્બરના રોજ બોલીવુડ સ્ટાર અક્ષયકુમારને તેમનું સ્ક્રેચ પેન્સીલથી આબેહુબ પેઈન્ટીંગ કંડારી અર્પણ કર્યું હતું. વેરાવળમાં ભીડીયા ખારવા સમાજના સામાન્ય પરિવારમાંથી આવતા શૈલેષ ગોહેલે જણાવ્યું હતું કે, દીવમાં સેલીબ્રેટી અક્ષયકુમાર રામસેતુ ફિલ્મના શુટીંગ માટે આવી ગયા બાદ મેં તત્કાલ એક દિવસ અને એક રાત્રીના ૨૦ કલાકથી વધુ સમય સુધી સતત સ્ક્રેચ પેન્સીલથી તેમનું આબેહુબ સ્ટાઈલીસ કુદરતી ચિત્ર બનાવ્યું હતું. અક્ષયકુમારને તેમનું પેઈન્ટીંગ અર્પણ કરતા તેઓએ શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે, શૈલેષને બહુત અચ્છા પેઈન્ટીંગ બનાયા હૈ. ચિત્ર બનાવતા સમયે સમગ્ર પેઈન્ટીંગનું વીડિયો શુટીંગ કરી બાદમાં ચિત્ર અર્પણ થયા પછી મારી યુટુબ ચેનલ ઉપર પ્રસારિત કરવામાં આવે છે. મને ચિત્ર બનાવવાનો શોખ હતો અને હું સમયાંતરે ચિત્રો કંડારતો હતો પરંતુ ગત વર્ષે લોકડાઉન અમલમાં આવ્યા બાદ ઘરે વધુ સમય મળતા મેં કોઈપણ વ્યક્તિ કે સેલિબ્રેટીના ફોટા ઉપરથી તેમનું ચિત્ર બનાવવા ઉપર મહેનત કરી હતી. જ્યારે હું કોઇપણ વ્યક્તિના ફોટા ઉપરથી તેમનું ૮ થી ૧૦ કલાકના સમય ગાળામાં પેન્સીલ, પેન અને કલરના ઉપયોગથી કાગળ ઉપર ખુબ સારૂ આબેહુબ ચિત્રો બનાવી આપુ છું. અત્યાર સુધીમાં વિરાટ કોહલી, અનુષ્કા શર્મા, દિપિકા પાદુકોણ સહિતના સેલીબ્રિટીથી લઈને સામાન્ય વ્યક્તિના ૭૦થી વધુ ચિત્રો કંડાર્યા છે. અગાઉ ગીર સોમનાથ જિલ્લા કલેકટર અજયપ્રકાશને તેમનું પેઈન્ટીંગ બનાવી અર્પણ કર્યું હતું. યુટુબ ચેનેલમાં શૈલેષ ગોહેલ આર્ટ ઉપર જુદા-જુદા બનાવવામાં આવતા ચિત્રો પ્રસારિત કરેલ છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews