Wednesday, June 7

ખંભાળિયા શહેર ભાજપ પ્રમુખ દ્વારા મહાપ્રભુજીની બેઠકમાં ધર્મોત્સવની ઉજવણી

0

ખંભાળિયાના જાણીતા ઓઈલ મીલર તથા અગ્રણી તન્ના પરિવાર દ્વારા રવિવારે અહીંની સુવિખ્યાત મહાપ્રભુજીની બેઠકમાં મનોરથ સહિતના ધર્મમય કાર્યક્રમોનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા સાંસદ સાથે શહેર ઉપરાંત જિલ્લાના આગેવાનો, હોદ્દેદારો વિગેરે મોટી સંખ્યામાં જાેડાયા હતા. ખંભાળિયામાં આવેલી પ્રાચીન અને પ્રખ્યાત શ્રી મહાપ્રભુજી બેઠકજી ખાતે અહીંના શ્યામ ઓઈલ મીલ વારા સ્વ. હેમરાજ વિશ્રામ તન્ના પરિવાર તથા શહેર ભાજપ પ્રમુખ અનિલભાઈ તન્ના પરીવાર દ્વારા મનોરથ સહિતના કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મહાપ્રભુજીના દર્શન, પૂજન, પ્રદક્ષિણા સાથે બપોરે વૈષ્ણવ ભાઈઓ-બહેનો માટે મનોરથ પ્રસાદનું આયોજન કરાયું હતું. આ ધર્મોત્સવમાં જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના સંસદ સભ્ય પૂનમબેન માડમ સાથે અહીંના જિલ્લા કલેકટર એમ.એ. પંડ્યા, જિલ્લા વિકાસ અધિકારી જાડેજા પણ ખાસ સાથે જાેડાયા હતા. આ ઉપરાંત આ પ્રસંગે જામનગરના અગ્રણી ઉદ્યોગપતિ વિપુલભાઈ કોટક, નિલેશભાઈ ઉદાણી, મિહિરભાઈ કાનાણી, પૂર્વ ધારાસભ્ય મેરામણભાઇ ગોરીયા, અગ્રણી બિલ્ડર કમલેશભાઈ વીઠલાણી, સુધીરભાઈ પોપટ, ભાવેશભાઈ મોટાણી, કોંગી આગેવાન એભાભાઈ કરમુર, પાલિકા પ્રમુખ, ભાવનાબેન જીગ્નેશભાઈ પરમાર, રમણિકભાઈ રાડિયા, ભરતભાઈ મોટાણી, જામનગરના બિલ્ડર જતીનભાઈ કુંડલીયા, હાર્દિક મોટાણી, વિગેરે ઉપસ્થિત રહ્યા હતા અને આ ધર્મોત્સવમાં સત્સંગ સાથે ધન્યતા અનુભવી હતી. બેઠકજીના મુખ્યાજી દ્વારા ઉપસ્થિત સૌ આગેવાનો- હોદ્દેદારોને કેસરી ઉપરણા ઓઢાડી, આશીર્વાદ આપવામાં આવ્યા હતા. આ સમગ્ર આયોજન માટે તન્ના પરિવારના અનિલભાઈ તન્ના, કિશોરભાઈ તન્ના, બટુકભાઈ તન્ના, હિતેશભાઈ તન્ના, રામ તન્ના વિગેરે દ્વારા નમૂનેદાર આયોજન સાથે નોંધપાત્ર જહેમત ઉઠાવવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ભાજપના કાર્યકરો દ્વારા પણ જરૂરી વ્યવસ્થા હાથ ધરાઇ હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!