ડીસેમ્બર મહિનામાં ગુજરાતના વિવિધ શહેરોમાં ઓશોના પરિવર્તનકારી સંદેશ લોકો સુધી પહોંચાડવામાં પ્રયાસ કરવામાં આવી રહયા છે. જેમાં તેઓ ઓશો દ્વારા આપવામાં આવેલી કેટલીક સરળ, સહજ અને અસરકારક ધ્યાન પધ્ધતીઓ પણ અનુભવ કરી શકે છે. તેના પ્રારંભિક તબકકામાં આ કાર્યક્રમનું આયોજન પોરબંદરના ઓશો કેન્દ્રના સંચાલક અંતર કિરણ (અલ્પા ટોડરમલ-મો.૯૧૦૬૪ ૪૮પ૯૦) દ્વારા કરવામાં આવશે. માણસ પોતાની જાતને કેવી રીતે ઓળખી શકે, કેવી રીતે તે તેની મહાન સંભાવનાઓ અને ક્ષમતાઓને જાગૃત કરે અને તે સાકાર કરે, આપણે એવી દુનિયા કેવી રીતે બનાવી શકીએ જે માણસને અર્થપુર્ણ જીવન જીવવામાં મદદ કરે છે, એ ઓશોએ વિગતવાર કહયું છે. તેમના પ્રવચનમાં ૬પ૦થી વધુ પુસ્તકોમાં તેમણે એકપણ વિષય છોડયો નથી જે માનવ વિકાસ અને જીવન પરિવર્તન સાથે સંબંધીત છે. ત્યારે તા.૧૧ અને ૧ર-ર૧ ના ઉત્સવ ક્રેડીટ કો.ઓપ. સોસાયટી, રાયજીબાગ ઝોરબા સ્ટોર નીચે, મોતીબાગ જૂનાગઢ ખાતે સવારે ૧૦.૩૦ થી ૯.૩૦ સુધી બુક પ્રદર્શન યોજાયેલ તેમજ ધ્યાન ઉત્સવ કાર્યક્રમ તા.૧ર-૧ર-ર૧ ને રવિવાર સવારે ૬.૪પ થી ૯ સુધી પ૬ ભોગ રેસ્ટોરન્ટ ચોબારી રોડ, જૂનાગઢ ખાતે યોજાયેલ હતો. આ કાર્યક્રમમાં ઓશો પ્રેમીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews