માંગરોળમાં સીડીએસ બિપીન રાવત સહિત ૧૩ શહીદોને શ્રધ્ધાંજલી અપાઈ

0

માંગરોળમાં પ્રખંડ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા હરીકીર્તનાલય શ્રીરામ ધુન મંદિર બહારકોટ ખાતે ભારત માતાના વીર સપુત સીડીએસ સ્વ. બિપીન રાવત સહિત હેલીકોપ્ટર ક્રેશમાં અવસાન પામેલા શહીદોને શ્રદ્ધાંજલી પાઠવવા એક કાર્યકમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં સૌ પ્રથમ વિશ્વ હિન્દુ પરિષદ ગિર-સોમનાથ જિલ્લા સત્સંગ પ્રમુખ તરૂણગિરી બાપુ દ્વારા શ્રીરામ ધુન તેમજ સામુહિક હનુમાન ચાલીસા બોલાવવામાં આવી તેમજ વિશ્વ હિંદુ પરિષદ સોમનાથ જીલ્લા મંત્રી વિનુભાઈ મેસવાણીયા દ્વારા વીર સપુતોના અવસાનની બનેલી ઘટનાનું દુઃખ વ્યક્ત કરેલ હતું. તેમજ પંકજભાઈ રાજપરા દ્વારા સામુહિક દેશ ભક્તિ ગીત અને નિલુભાઈ રાજપરા દ્વારા બનેલ ઘટનાની શબ્દાંજલી અર્પણ કરાઈ હતી. આ કાર્યક્રમમાં માંગરોળ વિશ્વ હિન્દુ પરિષદ પ્રમુખ પ્રકાશભાઈ લાલવાણી, ઉપપ્રમુખ મહેશભાઈ ઘેરવડા, મંત્રી પ્રફુલ્લભાઈ નાંદોલા, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના જીતુભાઈ સાલસીયા, હોમગાર્ડ કમાન્ડર સોરઠિયાભાઈ, નિવૃત્ત હોમગાર્ડ કમાન્ડર જેઠવાભાઈ, કેતનભાઈ નરસાણા, સંજીવની નેચર ફાઉન્ડેશનના પ્રમુખ નરેશબાપુ ગોસ્વામી, ગૌરક્ષા સેના પ્રમુખ સુરજભાણ બાપુ સહિત વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના હોદ્દેદારો તથા કાર્યકર્તાઓ તેમજ રાષ્ટ્રપ્રેમીઓ ભાઈઓ, વડીલોએ ઉપસ્થિત રહી બે મિનિટનું મૌન પાળી પુષ્પાંજલી અર્પણ કરી હતી અને ભારતમાતાના વીર સપુતોને ભાવભીની શ્રદ્ધાંજલી અર્પિત કરવામાં આવી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!