સિવિલ હોસ્પીટલનાં તબિબોની માંગણીઓ વહેલી તકે ઉકેલવાની ખાત્રી અપાતા હડતાળ મોકુફ

0

જૂનાગઢ સહિત રાજયભરની સરકારી હોસ્પીટલનાં સિનિયર ડોકટરો દ્વારા પોતાની વિવિધ માંગણીઓ સબબ આજથી અચોકકસ મુદતની હડતાળ માટેનું રણશીંગુ ફુકયું હતું પરંતુ ગઈકાલે સાંજનાં ૬ વાગ્યાથી ૧૧ વાગ્યા સુધી સતત પાંચ કલાક સુધી આરોગ્ય વિભાગનાં મંત્રી ઋષીકેશ પટેલ સાથે તબિબિ કર્મચારીઓની વાટાઘાટ અને મંત્રણા ચાલી હતી અને પાંચ કલાકની આ મંત્રણા સફળ રહી હતી અને તબિબોની મોટાભાગની માંગણીઓને સ્વીકારી તેઓને યોગ્ય કરવાની ખાત્રી આપવામાં આવી હતી. ૧પ દિવસમાં જ મોટાભાગની સમસ્યા દુર કરવા હકારાત્મક અભિગમ અપનાવતા આ હડતાળનો કાર્યક્રમ મોકુફ રહયો છે. આજે જૂનાગઢ સિવિલ હોસ્પીટલનાં તબિબોની હડતાલ પણ મોકુફ રહી હોવાનું જાણવા મળે છે. જૂનાગઢ જીએમઈઆરએસ મેડીકલ કોલેજનાં ડોકટરો આજે સોમવારથી અચોકકસ મુદતની હડતાળ ઉપર ઉતરવાનાં હતા અને વિવિધ પડતર માંગો સંતોષવાની અગાઉ આપેલી ખાત્રીનું પાલન ન થતાં આ હડતાળનું એલાન આપવામાં આવ્યું હતું. જૂનાગઢ સરકારી હોસ્પીટલનાં પ૦થી વધુ તબિબો હડતાળ ઉપર ઉતરી જવાના હતા. આ ઉપરાંત રાજયનાં વિવિધ હોસ્પીટલોનાં તબિબો પણ હડતાળ ઉપર ઉતરવાનાં હતા. આ દરમ્યાન ગઈકાલે આરોગ્ય વિભાગનાં મંત્રીશ્રી સાથે ગાંધીનગર ખાતે વાટાઘાટ અને મંત્રણાઓ ચાલી હતી જે અંગેની માહિતી આપતા જૂનાગઢ સિવિલ હોસ્પીટલનાં સુપ્રિન્ટેડેન્ટ ડોકટર સુશીલ કુમારે જણાવ્યું હતું કે, તબિબોની મુખ્ય માંગણીઓનો સ્વીકાર કરવામાં આવેલ છે અને તાત્કાલીક અસરથી આ પડતર માંગણીઓ અંગે નિર્ણય અને અમલવારી કરવામાં આવશે તેવી ખાત્રી મળી જતાં હડતાળનો કાર્યક્રમ મુલત્વી રહયો હતો. ખાસ કરીને તબિબોની જે માંગણીઓ છે જેમાં સરકારે યોગ્ય કરવાની ખાત્રી આપી છે તેમાં તાત્કાલીક સીએચસી ડીપીએલની રેગ્યુલર મંજુરી આપી દેવામાં આવશે. તેમજ સીપીએફ અને એનપીએસનાં ઓર્ડર પણ વહેલીતકે આપી દેવામાં આવશે આ ઉપરાંત તમામ એલાઉન્સ મળી જાય તે માટેની કાર્યવાહી ૧પ દિવસની કરી દેવામાં આવશે. ગ્રેચ્યુટી, મેડીકલ, રીઈમ્બ્રુસમેન્ટની અમલવારી થશે. બોન્ડ ફ્રી તેમજ સાતમા પગાર પંચનો લાભ મળી જાય તે માટેની કાર્યવાહી તાત્કાલીક અસરથી કરવામાં આવશે તેવી સરકારનાં પ્રતિનિધિ એવા આરોગ્ય મંત્રીશ્રી ઋષીકેશ પટેલ દ્વારા ખાત્રી અપાતા આજનો હડતાળનો કાર્યક્રમ મોકુફ રાખવામાં આવ્યો હતો.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!