વેરાવળમાં કાશી વિશ્વનાથ સમિતિ તથા હિન્દુ યુવા સંગઠન દ્વારા બે સ્થળોએ ભારતીય સેનાના અકસ્માતમાં વીરગતિ પ્રાપ્ત કરનાર શહિદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. તા.૮ ના રોજ તામિલનાડુના કુનુર વિસ્તારમાં ભારતીય સેનાનું હેલીકોપ્ટર દુર્ધટના થતાં દેશના પ્રથમ સીડીએસ જનરલ બિપીન રાવત તથા તેમની પત્ની સહિત સેનાના વરિષ્ઠ ૧૩ લોકો વીરગતિ પામ્યા હતા. જેને લઈ સમગ્ર દેશના રાષ્ટ્રપ્રેમી લોકોમાં શોકની લાગણી છવાય ગઈ છે. ત્યારે વેરાવળમાં હાઉસીંગમાં આવેલ કાશી વિશ્વનાથ મંદિરના પટાગણમાં વીરગતિ થયેલ જવાનોને બે મિનિટનું મૌન પાડી જવાનોની આત્માને શાંતિ અર્પે એવી સોમનાથ મહાદેવને પ્રાર્થના કરી શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી. આ કાર્યક્રમમાં ભાજપ પ્રમુખ માનસીંહ પરમાર, શહેર પ્રમુખ દેવાભાઈ ધારેચા, પાલિકા પ્રમુખ પીયૂષભાઈ ફોફંડી, પૂર્વ પ્રમુખ મંજુલાબેન સુયાણી, ખારવા સમાજ ફાઉન્ડેશનના પ્રમુખ કિરીટભાઈ ફોફંડી, તુલસીભાઈ ગોહેલ, રાકેશ દેવાણી, રીતેષ ફોફંડી, દેવાયતભાઈ ઝાલા, કાશી વિશ્વનાથ સમિતિના રાજુભાઇ સુયાણી સહિત મોટી સંખ્યામાં દેશપ્રેમી લોકો હાજર રહી શ્રદ્ધાંજલિ આપી હતી. જ્યારે ટાવર ચોકમાં સેનાના વીરગતિ પ્રામનાર જવાનોની તસ્વીરને હિન્દુ યુવા સંગઠનના કાર્યકરો, પી.આઇ. ડી.ડી.પરમાર સહીતના પોલીસ સ્ટાફ, મુકેશ ચોલેરા, સુરેશ બારોટ સહીતના અગ્રણીઓએ ઉપસ્થિત રહી પુષ્પાંજલિ અર્પી સમૂહ પ્રાર્થના કરી આ દુઃખની ઘડી સહન કરવાની ભગવાન જવાનોના પરિવારને હિંમત આપે તેવી પ્રાર્થના કરી હતી.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews