વેરાવળ બાર એસોસીએશનની ચુંટણી ઇતિહાસમાં પ્રથમ વખત સમરસ થઇ, પ્રમુખ સહિત ૬ હોદેદારો અને ૧૫ કારોબારી સભ્યો બિનહરીફ ચુંટાયા

0

ગુજરાત રાજયમાં ગ્રામ પંચાયતોની ચુંટણી સાથે એડવોકેટોની સંસ્થા એવી બાર એસોસીએશનની ચુંટણીઓનો પણ ધમધમાટ ચાલી રહયો છે. ત્યારે અનેક ગ્રામ પંચાયતોમાં ગ્રામજનો એકમત હોવાથી સમરસ જાહેર થઇ છે. એવા સમયે ગીર સોમનાથ જીલ્લા મથકની વેરાવળ બાર એસોસીએશનમાં પણ તમામ એડવોકેટ મિત્રોનો મત એક થતા પ્રમુખ, ઉપપ્રમુખ, સેક્રેટરી સહિત ૬ હોદેદારો અને ૧૫ કારોબારી સભ્યપદ માટે એક-એક જ ઉમેદવારી પત્રો ભરાયા હોવાથી તમામને બિનહરીફ ચુંટાયેલા જાહેર કરાયા હતા. આમ, ઇતિહાસમાં પ્રથમ વખત વેરાવળ બાર એસોસીએશનની ચુંટણી બિનહરીફ સમરસ જાહેર થઇ છે. તાજેતરમાં ગીર સોમનાથ જીલ્લાાના મથકની વેરાવળ બાર એસોસીએશના ૬ હોદેદારો અને ૧૫ કારોબારી સભ્યોની ચુંટણી જાહેર થઇ હતી. જેમાં ઉમેદવારી પત્ર ભરવાના તા.૧૩ ડીસે.ના રોજ પ્રમુખ પદ માટે બે સભ્યોએ જયારે બાકીના પાંચ હોદાઓ માટે એક-એક તથા ૧૫ કારોબારી સભ્યો માટે પણ એક-એક ફોર્મ જ ભરાયા હતા. જેથી બાર એસો.માં ફકત પ્રમુખ પદ માટે ચુંટણી થાય તેવા સંજાેગો ઉભા થયા હતા. દરમ્યાન ગઈકાલે ફોર્મ પરત ખેંચવાના દિવસે પ્રમુખ પદની ચુંટણી લડવા ઉમેદવારી કરનાર જયેશ મેરે ફોર્મ પરત ખેંચી લીધુ હતુ. જેના કારણે ઇતિહાસમાં પ્રથમ વખત વેરાવળ બાર એસોસીએશનના પ્રમુખ સહિતના ૬ હોદેદારો તથા ૧૫ કારોબારી સભ્યો બિનહરીફ ચુંટાયેલા હોવાનું ચુંટણી સમિતિના વિજય માવધીયાએ જાહેર કર્યુ હતુ.

બિનહરીફ થયા

રાજયમાં સમરસ થતી ગ્રામ પંચાયતોની હવા બાર એસો. સુધી પહોંચી હોય તેમ પ્રથમ વખત સમરસ બિનહરીફ થયેલ વેરાવળ બાર એેસોસીએશનના હોદેદારોમાં પ્રમુખ – દિનેશભાઇ બોરીચાંગર, ઉપપ્રમુખ – જયદેવભાઇ જાેટવા, જનરલ સેક્રેટરી – ઇકબાલભાઇ સીડા, જાે.સેક્રેટરી – જશુભાઇ સોલંકી, ખજાનચી – મીતાબેન કારીયા, લાયબ્રેરી-ધર્મેન્દ્ર ચાવડા તથા કારોબારી સભ્યો તરીકે ઉપેન્દ્રભાઇ તન્ના, કમલેશભાઇ ભગદેવ, આબીદભાઇ સુમરા, પ્રેમજીભાઇ વાઢેર, ગોવિંદભાઇ ચાવડા, રાજેશભાઇ દરી, બળવંતસિંહ પરમાર, બકુલાબેન ડાભી, મનોજભાઇ સોલંકી, રામજીભાઇ ચાવડા, પરેશભાઇ ટીમાણીયા, કિશનભાઇ રાઢોડ, તારાબા જેઢવા, ફેઝલભાઇ હાલાઇ, અનસુયાબેન ચોમલ બિનહરીફ વિજેતા જાહેર થયા હતાં.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!