જૂનાગઢ જીલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણી સબબ પોલીસનો સજ્જડ અને ચૂસ્ત બંદોબસ્ત

0

જૂનાગઢ જિલ્લામાં યોજાનાર ગ્રામ પંચાયતની ચૂંટણી અન્વયે લોકો ર્નિભય પણે ચૂંટણીના લોકપર્વમાં ભાગ લઈ શકે તે માટે, જૂનાગઢ રેંજના ડીઆઈજી મનીંદર પ્રતાપસિંહ પવાર, જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટીની સૂચના આધારે જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા, કેશોદ ડિવિઝનના ડીવાયએસપી જે.બી. ગઢવી, માંગરોળ ડિવિઝનના ડીવાયએસપી જે.જી. પુરોહિતના માર્ગદર્શન હેઠળ જિલ્લાના તમામ થાણા અમલદારો દ્વારા જડબેસલાક બંદોબસ્ત ગોઠવવામાં આવેલ છે. જૂનાગઢ રેંજના ડીઆઈજી મનીંદર પ્રતાપસિંહ પવાર, જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા જૂનાગઢ જિલ્લાની ગ્રામ પંચાયતની ચૂંટણી માટે જડબેસલાક બંદોબસ્ત ગોઠવવામાં આવેલ છે. જૂનાગઢ પોલીસ દ્વારા જૂનાગઢ જિલ્લામાં કોઈ અસામાજિક તત્વો દ્વારા ગરબડી કરવામાં ના આવે તે માટે  સંવેદનશીલ મતદાન મથક સહિતના વિસ્તારમાં ખાસ પોલીસ સબ ઇન્સ તેમજ હથિયાર ધારી પોલીસ ખાસ ગોઠવવામાં આવેલ છે. જૂનાગઢ તાલુકા, મેંદરડા અને બીલખા વિસ્તારમાં ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાને, વિસાવદર ભેસાણ વિસ્તારમાં ડીવાયએસપી આર.વી. ડામોરને, કેશોદ વિસ્તારમાં ડીવાયએસપી જે.બી. ગઢવીને, માણાવદર, વંથલી અને બાંટવા વિસ્તારમાં ડીવાયએસપી એચ.એસ. રતનું, માંગરોળ શીલ વિસ્તારમાં ડીવાયએસપી જે.જી. પુરોહિતને તેમજ માળીયા ચોરવાડ વિસ્તારમાં ડીવાયએસપી ડો. કે.કે. ઠાકુરને ખાસ સુપરવિઝન સોંપવામાં આવેલ છે તેમજ રાઉન્ડ ધ ક્લોક મોબાઈલ પેટ્રોલિંગ પણ ગોઠવવામાં આવેલ છે. ઉપરાંત, આ વિસ્તારમાં બાઇક ઉપર પણ હથિયાર સાથેના પોલીસ જવાનોનું સઘન પેટ્રોલિંગ પણ રાખવામાં આવેલ છે. વધુમાં ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ એચ.આઈ. ભાટી, એ ડિવિઝન પીઆઇ એમ.એમ. વાઢેર, વિસાવદર પીઆઇ એન.આર. પટેલ, પીઆઇ ડી.જે. ઝાલા સહિતના અધિકારીઓને પણ અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખાસ નજર રાખવા તૈનાત કરવામાં આવેલ છે. ક્રાઇમ બ્રાન્ચ, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ તેમજ પોલીસ સ્ટેશનના ડી સ્ટાફના જવાનોને ખાનગી ડ્રેસમાં સમગ્ર વિસ્તારમાં પાથરી દેવામાં આવેલ છે. જૂનાગઢ જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા જિલ્લાની ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ૬ ડીવાયએસપીના માર્ગદર્શન હેઠળ ૭ પોલીસ ઇન્સપેક્ટર, ૩૧ પીએસઆઇ, ૯૧૩ પોલીસ જવાનો, ૧૨૮૪ જીઆરડી/હોમગાર્ડ, ૬૮ જેટલી હથિયાર ધારી એસઆરપી જવાનો સહિત સમગ્ર જીલ્લામાં આશરે ૫૦ પોલીસ અધિકારીઓ તથા કુલ આશરે ૨૧૦૦ જેટલા પોલીસ/જીઆરડી/હોમગાર્ડ/એસઆરપી જવાનોનો જડબેસલાક બંદોબસ્ત ગોઠવવામાં આવેલ છે તેમજ મતદાન મથક ઉપર પીધેલા શંકાસ્પદ મતદારોની તપાસ કરી, કેફી પીણું પીધેલા પકડવા પણ કાર્યવાહી કરવામાં આવશે. જૂનાગઢ પોલીસના આ જડબેસલાક બંદોબસ્તના કારણે દારૂ પીને મતદાન કરવા આવતા લુખ્ખા તત્વોમાં ફફડાટ ફેલાયેલ છે. આમ, જૂનાગઢ જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા ચૂંટણી પ્રક્રિયા માટે ગ્રામ પંચાયતની ચૂંટણી દરમ્યાન લોકો ર્નિભય પણે મતદાન કરે, તે માટે લોકો વચ્ચે જઈને લોકોના પર્વને કોઈપણ જાતના સુલેહશાંતિના ભંગ વગર ઉજવાય તે માટે સતત પ્રયત્નો કરવામાં આવેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!