જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રમાં આજે ગુરૂ દત્તાત્રેય ભગવાનની જયંતિની ભાવભેર ઉજવણી કરવામાં આવી રહી છે. માગસર સુદ પુનમ અને શનિવારનાં આજનાં દિવસે દત્ત જયંતિનું પાવન પર્વ છે. ભગવાન ગુરૂ દત્તાત્રેય બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનો અંશ ગણાય છે. તેઓએ ર૪ ગુરૂઓ કર્યા હતા અને કંઈને કંઈક તેમની પાસેથી જ્ઞાન પ્રાપ્ત કર્યુ હતું. આવા મહાન ગુરૂ વર્ય ભગવાન ગુરૂ દત્તાત્રેયની ઉજવણી નિમિતે આજે ભવનાથ ક્ષેત્રમાં શ્રી પંચ દશનામ જુના અખાડા ખાતે દત્ત યજ્ઞ, દત્ત પૂજન બાદ અખાડાથી ભવનાથ મૃગી કુંડ સુધી ભગવાન દત્તની રવાડી યોજવામાં આવી હતી અને મૃગી કુંડ ખાતે સ્નાન કરવામાં આવ્યું હતું. આ તકે અખિલ ભારતીય અખાડા પરીષદનાં સંઘ રક્ષક હરીગીરીજી મહારાજ, ગીરનાર મંડળનાં અધ્યક્ષ ઈન્દ્રભારતીજી મહારાજ તેમજ ગીરનાર ક્ષેત્રનાં પીઠાધિશ્વર જયશ્રીકાનંદ ગીરીજી મહારાજ ઉપસ્થિત રહયા હતા. આ ઉપરાંત ભાવિકોની પણ ઉપસ્થિતિ રહી હતી.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews